Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નામમાં નહેરૃના બદલે ગાંધી સરનેમ હોવા અંગે ઉચ્ચારાયેલા શબ્દોનો ઉલ્લેખ
નવી દિલ્હી તા. ૧૪ઃ કોંગી નેતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે હું જયારે અદાણી અંગે બોલતો હતો ત્યારે પી.એમ.મોદીના હાથ ધ્રુજતા હતા. પીએમ મોદીને લાગે છે કે લોકો તેમનાથી ડરી જશેઃ મે સંસદમાં મારી વાત વિનમ્રતાથી રાખી હતી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું કહેવુ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમ મોદીએ મારી અટક પર સવાલ ઉઠાવ્યા હતા. પીએમનું કહેવુ હતું કે, મારા નામમાં ગાંધી સરનેમ કેમ છે, નહેરુ સરનેમ કેમ નથી? રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે, મારા ભાષણને સંસદના રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યા છે પરંતુ પીએમ મોદીના આ શબ્દો રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યા નથી.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, મારા અપમાનથી કશું નહીં થાય, સત્ય સામે આવશે. મેં કોઈને એક શબ્દ પણ કહ્યો નથી. મે સંસદમાં ખૂબ વિનમ્રતાથી વાતથી વાત મુકી હતી. મે સંસદમાં કોઈ મોટી વાત કરી નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ વાત પોતાના સંસદીય વિસ્તાર વાયનાડમાં પોતાના એક સંબોધન દરમિયાન કરી હતી.
કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધીએ કહ્યું, મારુ મોઢું જોવો અને તે જયારે બોલે છે ત્યારે તેમનું મોઢું જોવો. રાહુલ ગાંધીએ કહ્યુ કે, તેમને બોલતા બોલતા કેટલી વખત પાણી પીધું, પાણી પીતા પણ તેમના હાથ કાંપતા હતા. પીએમ મોદીને લાગે છે કે, તે ખૂબ પ્રતિભાશાળી છે. પીએમ મોદીને એમ લાગે છે કે, લોકો તેમનાથી ડરી જશે પરંતુ આ વખતે સત્ય તેમની સાથે નથી.
પ્રધાનમંત્રી મોદીએ આ વખતે સત્યનો સામનો કરવો પડશે. આ પહેલા રાહુલ ગાંધીને ભાજપ સાંસદ નિશિકાંત દુબે તરફથી વિશેષાધિકાર ભંગની નોટિસ મોકલવામાં આવી હતી. રાહુલ ગાંધીને લોકસભા સચિવાલયે ૮ ફેબ્રુઆરીએ નોટિસ આપી હતી અને આ નોટિસનો જવાબ ૧પ ફેબ્રુઆરી સુધી આપવાનો સમય આપ્યો છે.
ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધીએ ર૦૧૪માં ભાજપની નેતૃત્વવાળી એનડીને સત્તામાં આવ્યા બાદ અદાણીની સંપત્તિમાં અચાનક આવેલી વૃદ્ધિ અંગે ઈશારો કરીને અદાણીના મોદી સાથેના સબંધો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગાંધીએ પ્રધાનમંત્રી પર કોની કૈપિટલિજમના આરોપ પણ લગાવ્યા હતા. લોકસભા સચિવાલયના સૂત્રો અનુસાર, ૭ ફેબ્રુઆરીએ લોકસભાના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન ભ્રામક અપમાનજનક, અસંસદીય અને આપતિજનક નિવેદન આપવા અંગે વિશેષાધિકાર ભંગ નોટિસમાં રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag