Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના સંદર્ભે બનેલી ડોક્યુમેન્ટરી સાથે જોડીને કોંગ્રેસે કહ્યું, 'વિનાશ કાળે વિપરીત બુદ્ધિ'
નવી દિલ્હી તા. ૧૪ઃ બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસો પર આઈડી વિભાગે દરોડા પાડ્યા છે. આ દરમિયાન કર્મચારીઓના ફોન સ્વીચઓફ કરી દેવાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કચેરી સીલ કરીને અવર-જવર બંધ કરી દેવાઈ છે. કોંગ્રેસે તાજેતરની ગુજરાત સંબંધિત બીબીસીની ડોક્યુમેન્ટરીનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.
આવકવેરા વિભાગની ટીમ દિલ્હીની બીબીસીની ઓફિસે પહોંચી ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૬૦ થી ૭૦ આઈટી અધિકારીની ટીમ દરોડામાં સામેલ છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વીચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈપણને આવવા-જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આઈટીની ટીમ બીબીસી ઓફિસમાં રાખવામાં આવેલા રેકોર્ડસની તપાસ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ જ રીતે મુંબઈની બીબીસી ઓફિસ પર પણ આઈટીની ટીમ ત્રાટકી હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસે આઈટીની આ કાર્યવાહીને બીબીસી ડોક્યુમેન્ટ્રી ઉપર બેન સાથે જોડી છે. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું, પહેલા બીબીસીની ડોક્યુમેન્ટ્રી આવી, તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે બીબીસી ઉપર આયકર વિભાગે રેડ કરી, જે અઘોષિત કટોકટી જેવી સ્થિતિ દર્શાવે છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે બીબીસીની રેડ અંગે કહ્યું કે અહીં અમે જેપીસીની માગ કરી રહ્યા છીએ, ત્યાં બીબીસી ઉપર ઈનકમ ટેક્સની રેડ પડી રહી છે... વિનાશ કાળે વિપરીત બુદ્ધિ...
ઉલ્લેખનિય છે કે, હાલમાં જ બીબીસીની એક ડોક્યુમેન્ટ્રી આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી ર૦૦ર ના ગુજરાત તોફાન ઉપર હતી. કેન્દ્ર સરકારે પ્રોપેગેન્ડા જણાવી આ ડોક્યુમેન્ટ્રી ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેને લઈને સુપ્રિમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. એવામાં વિપક્ષ આયકર વિભાગની રેડને બીબીસીની ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને મોદી સરકાર ઉપર નિશાન સાધી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર આવકવેરા વિભાગના અધિકારીઓએ બન્ને સ્થળે ઓફિસોને સીલ કરી દીધી છે. સૂત્રોને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, મીડિયા ઈન્સ્ટિટ્યૂટની લંડન ઓફિસને પણ આવકવેરાના આ દરોડાની જાણકારી આપવામાં આવી છે.
બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને સમગ્ર દેશમાં હોબાળો થયો હતો. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રોપગેન્ડા ગણાવ્યો હતો. ભારત સરકારે એક નિવેદનમાં કહ્યું કે, આ ડોક્યુમેન્ટ્રી એકતરફી પરિપ્રેક્ષ્ય દર્શાવે છે. જેના કારણે સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જો કે, સરકારના પ્રતિબંધ છતા ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આને લઈને દિલ્હીની જેએનયુમાં ભારે હોબાળો થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag