Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાની ફાયર શાખા દ્વારા નગરજનો-વિદ્યાર્થીઓને સ્થળ પર જઈને અપાયું માર્ગદર્શન

ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો?

જામનગર તા.૧૪ઃ જામનગરમાં મનપાની ફાયર શાખા દ્વારા ફાયર સેફ્ટીના સાધનોનું માર્ગદર્શન અપાયું હતું. ફાયર સેફ્ટીની તાલીમમાં બહોળા પ્રમાણમાં શહેરીજનો-વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

ગુજરાત સરકારના આદેશ અનુસાર જામનગરમાં કોમર્શિયલ અને રહેણાક મકાનોમાં ફાયર સેફ્ટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય તે તમામ સ્થળો પર ફાયર શાખાની જુદી જુદી ટીમ દ્વારા અકસ્માતના સમયમાં બચાવ કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ગુજરાત સરકારના આદેશ અનુસાર તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી અને જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈના માર્ગદર્શન મુજબ શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટ સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ હોટેલ અને આવાસ યોજના જેમાં ફાયર સેફ્ટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય, તેવી શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો અને રહેઠાણોમાં ફાયર શાખાના સ્ટાફ દ્વારા ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપી હતી, તથા અકસ્માતના સમયમાં સ્વબચાવ કેવી રીતે કરવો જોઈએ તથા બચાવ કામગીરી સ્થળ પર ઉપસ્થિત રહેવાસીઓએ કેવી રીતે ફાયર સેફ્ટી ના સાધનો દ્વારા તાત્કાલિક ધોરણે અકસ્માતને કાબુમાં લેવો જોઈએ, તે વિશેનું વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.

આ ઉપરાંત આશા વર્કર બહેનોને તથા શહેરની જુદી જુદી શાળાઓમાં રપ૦ થી વધુ શાળાના બાળકોને ફાયર સેફ્ટીના સાધનો વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩પ સ્થળ પર મહિલાઓ-પુરુષોને ફાયર સેફ્ટીના સાધનો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, અને જામનગરની જુદી જુદી શાળામાં વિદ્યાર્થીઓને પણ ફાયર સેફ્ટીના સાધનો અંગેની સમજ આપવામાં આવી હતી. ફાયર વિભાગના સ્ટાફે વિવિધ સ્થળ પર ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન અપાયું હતું, જેમાં બહોળા પ્રમાણમાં શહેરીજનો અને વિદ્યાર્થીઓ ફાયર સેફ્ટી અંગેની તાલીમમાં જોડાયા હતા.

આ કામગીરી હજુ પણ યથાવત રહેશે અને જામનગરના સમગ્ર વોર્ડ અને વિસ્તારોમાં જુદી જુદી ટીમ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો ના ઉપયોગની સમજ જામનગર ફાયર દ્વારા આપવામાં આવશે, આ સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનની રાહબરી હેઠળ સ્ટેશન ઓફિસર સજુભા જાડેજા, જસ્મીન ભેંસદડીયા, ઉપેન્દ્ર સુમ્બડ, સંદીપ પંડયા, ઉમેશ ગામેતી, જેંતીલાલ ડામોર, રાકેશ ગોકાણી, કામિલ મહેતા વિગેરે ફાયર શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh