Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રીના લગ્નની ચિંતામાં પિતાએ ખાધો હતો ગળાફાંસોઃ
જામનગર તા.૧૪ ઃ જામનગરના મેડી ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક આદિવાસી મહિલાએ ગઈકાલે અકળ કારણથી ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે નવાગામ ઘેડમાં પુત્રીના લગ્નની ચિંતામાં રહેતા પિતાએ જાન આવવાના આગલા દિવસે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવતા ચકચાર જાગી છે.
જામનગર તાલુકાના મેડી ગામની સીમમાં આવેલા નનજીભાઈ પોપટભાઈ ભાલોડીયાના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધનાર પાટિયા ગામના શૈલેષભાઈ રામસિંગભાઈ ડામોરના પત્ની રેખાબેન (ઉ.વ.૨૦)એ ગઈકાલે સવારે કોઈ અગમ્ય કારણથી ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ થતાં આ મહિલાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મહિલાનું ટૂંકી સારવારના અંતે ગઈકાલે સાંજે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પતિ શૈલેષભાઈનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટીમાં વસવાટ કરતા નરોત્તમભાઈ છગનભાઈ રાઠોડ નામના પંચાવન વર્ષના પ્રૌઢે ગઈકાલે સવારે પોતાના ઘર પાસે જ નવા બનતા ટેનામેન્ટમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. મૃતક નરોત્તમભાઈના મોટા પુત્રીના આજે લગ્ન યોજાયા હતા અને ગઈકાલે જ તેઓએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી પ્રસરી ગઈ છે. મૃતકના મોટાભાઈ અને રાજકોટના થોરાળામાં રહેતા તુલસીભાઈ રાઠોડે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ પુત્રીના લગ્ન બાબતે મનમાં જ ચિંતા કરતા રહેતા તેમના નાનાભાઈએ આત્મહત્યા કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag