Advertisement
Author: નોબત સમાચાર

જગત મંદિર પર કરાયેલું વધુ એક ફોટો સેશન થયું સોશિયલ મીડિયામાં વાયરલ

જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે વધુ એક વખત પ્રશ્નઃ

ઓખા તા.૧૪ ઃ દેવભૂમિ દ્વારકામાં આવેલા જગવિખ્યાત દ્વારકાધીજી મંદિરમાં વધુ એક આસામીએ ફોટા પાડી તેને ફેસબુક પર વાયરલ કરતા મંદિરની સુરક્ષાનો પ્રશ્ન વધુ એક વખત ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.

છેલ્લા ઘણા સમયથી સુરક્ષાના નામે ચર્ચામાં રહેલા જગવિખ્યાત દ્વારકાધીશજીના મંદિરમાં હવે ભગવાનના દર્શન ૫છી પ્રી-વેડિંગ ફોટોગ્રાફી કે મદિરના શિખર પરના ફોટા અવારનવાર વાયરલ થતાં હોય મંદિરની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે જ વધુ એક મેસેજ સોશિયલ મીડિયામાં આધાર પુરાવા સાથે વાયરલ થતા  દ્વારકાનું મંદિર ભગવાન શ્રીકૃષ્ણના ભરોસે જ રહ્યું છે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

જે અંગે બહાર આવેલી વિગતો મુજબ તસ્વીરમાં દેખાય છે તેમ તાલુકાના જ એક વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાના નામ સાથે મુકેલી પોસ્ટમાં દ્વારકાના મંદિરમાં સામાન્ય પ્રજાજનને ઈલેકટ્રોનિક ડિવાઇસ કે અન્ય કોઈપણ પ્રકારના ઉપકરણો મંદિરમાં લઈ જવાની સખત મનાઈ છે ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં તેમના દ્વારા વ્યક્તિગત કોઈ રાગદ્વેષથી પ્રેરાઈને નહીં પણ આરકોલોજી વિભાગ દ્વારા રક્ષિત અને ભગવાન શ્રીકૃષ્ણની રાજધાનીના એક પ્રતીકાત્મક સ્થળ અને વર્ષો જૂની કલાકૃતિ દ્વારા બનાવાયેલા જગવિખ્યાત જગત મદિરની સુરક્ષા માટે તંત્ર દ્વારા હાઈ સિક્યોરિટીમાં આવતા અને તે કારણે અવારનવાર આતંકવાદીઓના હિટ લિસ્ટમાં આવતા મંદિરની સુરક્ષાની વિશેષ પ્રકારે જવાબદારી સંભાળવામાં આવે છે ત્યારે સામાન્ય પ્રજાજનને દર્શન કરવા માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભવું-સુરક્ષાના સાત કોઠા પસાર કરવા જેવી મુશ્કેલીઓ વચ્ચે શ્રી દ્વારકાધીશની ઝાંખી ફકત થાય છે ત્યારે તેમેનાં દ્વારા ટેગ કરી જોડવામાં આવેલા ફોટામાં મંદિરના શિખર પાસે ઊભા રહી અલગ અલગ સ્ટાઈલથી ફોટા પડાવવા અને પ્રી વેડિંગ જેવા મંદિરના પરિસરના ફોટા સાથેની વિગતો શેર કરી મંદિરના જવાબદાર તંત્ર, દ્વારકા દેવસ્થાન સમિતિના મુખ્ય અધ્યક્ષ, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા તેમજ અન્યોને ટેગ કરી મંદિરની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર બનવા અને શ્રી દ્વારકાધીશને તેમની સુરક્ષા સ્વંયમ તેઓએ  કરવી પડે તેવી પરિસ્થતિમાંથી મુક્ત કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગણી ઉઠી છે.

ત્યારે જે હોય તે પણ આ અંગે તપાસની માંગણી સાથે  ભગવાન શ્રીકૃષ્ણના મંદિરની સુરક્ષા ભગવાન શ્રીકૃષ્ણના ભરોસે ચાલી રહ્યાનું નકારી શકાતું નથી!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh