Advertisement
Author: નોબત સમાચાર

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ 'નોબત'નું વાંચન કરી જામનગરના સમાચારોથી રહે છે સદાએ અપડેટ

એન્કરીંગ કરતા વિરલભાઈએ વાગોળ્યું સંસ્મરણઃ

હાઈકોર્ટના ચીફ જસ્ટિસપદે પ્રથમ વખત મહિલા ન્યાયાધીશની નિમણૂક થઈ છે અને તે બહુમાન જામનગરના સોનિયાબેન ગોકાણીને પ્રાપ્ત થયું છે. તે પછી રવિવારે સોનિયાબેન ગોકાણી જામનગરમાં યોજાયેલા સૌપ્રથમ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

તેઓએ પોક્સો અવેરનેસ માટે ગોધરાની એક મંડળી દ્વારા રજૂ કરવામાં આવેલા નાટકની સરાહના કરવા ઉપરાંત દિવ્યાંગ બાળકો માટેની સ્કીમનો લાભાર્થીઓને પુરતો લાભ મળે તે બાબતે વધુ સારી કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.

જામનગર બાર એસોસિએશન અને રાજ્ય અને જિલ્લા લીગલ સર્વિસીઝ ઓથોરિટીના ઉપક્રમે યોજાયેલા નૃત્ય સહિતના કાર્યક્રમોમાં પણ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું એન્કરીંગ કરી રહેલા જામનગરના એડવોકેટ અને થિયેટર પીપલ નામની પ્રખ્યાત સંસ્થાના સ્થાપક વિરલ રાચ્છે કેટલાક સંસ્મરણો વાગોળ્યા હતા.

તેઓએ ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી તેમજ હાઈકોર્ટના અન્ય નવ ન્યાયાધીશ તેમજ જામનગરના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ અને અન્ય ન્યાયમૂર્તિશ્રીઓની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે, તેઓ થોડા સમય પહેલા સોનિયાબેનને અમદાવાદ મળ્યા હતા. તેમના ઘરે થઈ રહેલી વાતચીત દરમિયાન સોનિયાબેને જામનગર સાથે સંકળાયેલી કેટલીક વાતો અંગે ચર્ચા કરતા વિરલ રાચ્છે તેઓને પૂછ્યું હતું કે, 'બહેન આપ જામનગરથી આટલા વર્ષાેથી દૂર છો, તેમ છતાં જામનગરની હાલની પરિસ્થિતિ અંગે આપ આટલા બધા કઈ રીતે વાકેફ છો?'

આ પ્રશ્નનો ઉત્તર આપતા સોનિયાબેન ગોકાણીએ વિરલભાઈને જણાવ્યું હતું કે, હું ભલે જામનગરથી દૂર છું પરંતુ આજના દિવસે પણ મારા ઘેર 'નોબત' આવે છે. કુરિયરથી રોજ 'નોબત' મંગાવી તેનું વાંચન કરું છું અને તેના કારણે જામનગરની તમામ બાબતોથી હું અપડેટ રહું છંંુ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh