Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાદુરસ્ત તબિયતના કારણે ખીમભાઈ જોગલે રાજીનામુંં આપ્યા પછી
ખંભાળીયા તા. ૧૪ઃ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મયુરભાઈ રામભાઈ ગઢવીની નિયુક્તિ થઈ છે તે પહેલા ખીમભાઈ જોગલે રાજીનામું આપ્યું હતું. ખીમભાઈ જોગલની પ્રશંસનિય સિદ્ધિઓને બીરદાવાઈ પણ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ખીમભાઈ જોગલે બપોરે એક વાગ્યે પાર્ટી પ્રમુખ સી.આર. પાટીલને તેમનુંં નાદુરસ્ત તબિયતને લીધે રાજીનામું સોંપ્યાની બે-ત્રણ કલાકમાં જ રાજ્યના ચાર જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂકમા સાથોસાથ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા ગઢવી જ્ઞાતિના અગ્રણી મયુરભાઈ રામભાઈ ગઢવીની નિમણૂક પ્રદેશના પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલે કરી છે.
આ અગાઉ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે તથા દ્વારકા જિલ્લા પંંચાયતના વિપક્ષી નેતા તરીકે ચાર વર્ષ શાસક નેતા તરીકે બે વર્ષ સંગઠન પર્વના ઈન્ચાર્જ તથા ૨૦૨૦ ના ડિસેમ્બરથી મયુરભાઈ ગઢવી જિલ્લાના મહામંત્રી તરીકે સુંદર કામગીરી કરી રહ્યા હતા તથા પાલિકા, પંચાયતો તથા વિધાનસભા ચૂંટણીઓમાં સુુંદર કામગીરી કરી હતી તથા કામઈધામમાં સમરસ સમર્પણ વંંદનનો ભવ્ય કાર્યક્રમ કર્યો હતો.
નવા પ્રમુખ મયુરભાઈ રામભાઈ ગઢવીને પક્ષે ગાંધીનગર કમલમમાં બોલાવતા તેઓ ગઈ રાત્રે ત્યાં જવા રવાના થયા છે. તથા પ્રમુખનો પ્રતિભાવ આપતા પાયાના ભાજપના કાર્યકરને પક્ષે જિલ્લાની સૌથી મોટી જવાબદારી સોંપી તે નિષ્ઠાપૂર્વક બજાવીશ તેમ કહી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા ભાજપના જિલ્લા કાર્યાલયનુંં કામ ઝડપી પૂર્ણ થાય તેના પ્રયાસો કરવાની ખાતરી આપી જિલ્લાની નવી ટીમ પાર્ટીની ગાઈડલાઈન મુજબ થશે તેમ જણાવ્યુંં હતું.
મયુરભાઈ ગઢવીના પિતા રામભાઈ ગઢવી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવી હતી.
નાદુરસ્ત તબિયત છતાં ખીમભાઈ જોગલે રેકોર્ડ સર્જક કામ કર્ર્યુ ઃ પ્રત્યાઘાતો
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે લાંબા સમયથી નાદુરસ્ત તબિયત હોય ખીમભાઈ જોગલ દ્વારા ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામુું આપવામાં આવ્યું હતું જે સ્વીકારાયું છે.
ગત તા. ૯-૧૧-૨૦ થી નિયુક્ત થયેલા ખીમભાઈ જોગલે તેઓ નાદુરસ્ત તબિયતને લીધે પાર્ટીને ન્યાય ના આપી શકતા હોવાની લાગણી સતત રહેતી હોય રાજીનામુંં આપવાનુું જણાવ્યું હતું જો કે તેમના સમયમાં ખંભાળીયામા ૨૮માંથી ૨૬ બેઠકો પાલિકામાં ભાજપે મેળવી અને બે-બે ટર્મની વિધાનસભામાં કોંગ્રેસ આગળ હતી તે ખંભાળીયા ભાજપે તાજેતરમાં કબ્જે લીધી છતાં તેમણે રાજીનામુું આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, સી.આર.પાટીલ જેવાના હાથ નીચે કામ કરવાનુંં ગૌરવ દર્શાવ્યું હતું તથા કામગીરીમાં કયાંક ચૂક રહી ગઈ હોય તો દિલગીરી વ્યકત કરી હતી.
ઉલ્લેખનિય છે કે નવેમ્બર-૨૨ માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાયેલ જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ તબિયતને કારણે ખુરશીમાંથી ઉભા થઈ શકે તેમ નહીં હોવા છતાં બન્ને સીટો ભાજપને જીતવાનો રેકોર્ડ સર્જયો હતો તથા તેમના સમયમાં કરોડના ખર્ચે ભાજપનું જિલ્લા કાર્યાલય દ્વારકેશ કમલમ્ જે એપ્રિલમાં પૂર્ણ થશે તે કરી શકયા તે ગૌરવરૃપ હોવાના પ્રત્યાઘાતો આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag