Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન તા. ૭ અને ૮ માર્ચે ગુજરાતમાં

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની નવસારીમાં થનારી ઉજવણીમાં રહેશે ઉપસ્થિત

સુરત તા. ૨૦: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ અને ૮ માર્ચના ગુજરાતમાં આવી રહ્યા હોઈ તેઓને આવકારવા થનગનાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયના પગલે વડાપ્રધાનનું યોગાનુયોગ આગમન થનાર છે. સુરતમાં પુરવઠા વિભાગના મહત્ત્વના અને નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગતની ખૂબ મહત્ત્વની ઈવેન્ટસમાં નવસારી આવી તેઓ મહિલા શકિતને પ્રોત્સાહિત કરશે, તેમ સૂત્રો જણાવે છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજય પછી વડાપ્રધાન સાઉથ ગુજરાત અર્થાત સુરત અને નવસારીમાં વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા તારીખ ૭ માર્ચ અને ૮ માર્ચના આવી રહૃાાછે.

સુત્રોના જણાવ્યા મુજબ સુરતમાં ૭ માર્ચના સાંજે યોજાયેલ પુરવઠા વિભાગના એક મહત્ત્વના કાર્યક્રમમાં હાજરી આપવા સાથે ૮ માર્ચના ઇન્ટરનેશનલ મહિલા દિવસ અંતર્ગત નવસારીમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહેનાર છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોવાનું બહાર આવ્યું છે.

આ મુલાકાત દરમિયાન, તેઓ મહિલા દિવસ નિમિત્તે દક્ષિણ ગુજરાતમાં યોજાનાર કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવા ઉપરાંત પ્રોજેક્ટ લાયન વિશે મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ અમદાવાદમાં યોજાનારી સેમિકન્ડક્ટર કોન્ફરન્સમાં પણ હાજરી આપે તેવી અપેક્ષા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અંતિમ સમયપત્રક હજુ તૈયાર થઈ રહૃાું છે, 'વડાપ્રધાન મહિલા દિવસ નિમિત્તે દક્ષિણ ગુજરાતમાં બે કાર્યક્રમોમાં હાજરી આપે તેવી પણ અપેક્ષા છે. કાર્યક્રમ દરમિયાન ડ્રોન દીદી કાર્યક્રમનો રાજ્યભરમાં મોટા પાયે વિસ્તાર થવાની શકયતા છે,' સૂત્રોએ જણાવ્યું હતું.

સુત્રો જણાવે છે કે, પ્રધાનમંત્રી પણ સભાને સંબોધિત કરશે, જ્યારે ભૂટાનના વડાપ્રધાન દાશો ત્શેરિંગ ટોબગે સન્માનિત અતિથિ તરીકે મુખ્ય ભાષણ આપશે.

'બે દિવસીય કોન્ક્લેવ એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જ્યાં રાજકારણ, રમતગમત, કલા અને મીડિયા, આધ્યાત્મિક વિશ્વ, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક ક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રોના નેતાઓ તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ શેર કરશે અને સંબંધિત પાસાઓ પર ચર્ચા કરશે,' એમ જણાવાયું છે.

તે પહેલા ૨૧મી ફેબ્રુ.ના તેઓ દિલ્હીમાં સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે, તેમ જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh