Advertisement
Author: નોબત સમાચાર

નિફ્ટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

સ્થાનિક /     વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ૨૦-નવેમ્બર-૨૦૨૪ રોજના બુધવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી ભારતીય શેરબજાર બંધ રહેનાર હતું. મંગળવારે ભારતીય શેરબજારમાં ગેપ ઓપનિંગ જોવા મળ્યું હતું. વૈશ્વિક શેરબજારમાં એશિયન શેરબજારોના સથવારે છેલ્લા સતત સાત દિવસના કડાકા બાદ સ્થાનિક શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૨૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૭૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૪૯૯ પોઈન્ટના સ્તરે બંધ થયો.

સેન્સેક્સ, નિફટીમાં ઉછાળે આંચકા છતાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગ્રુપના ઘણા શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓવરઓલ માહોલ સુધારા તરફી જોવા મળ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી મંદીનો સામનો કરી રહેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં સુધારો જોવા મળ્યો છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૧૦૦ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૨૫૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. રિયાલ્ટી, પીએસયુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, પાવર, કેપિટલ ગુડ્સ, આઈટી ઈન્ડેક્સ ૧.૫૦% થી વધુ ઉછાળો જોવા મળીયો હતો.

કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો, ટીસીએસ, ટીવીએસ મોટર્સ, ઈન્ફોસીસ, લ્યુપીન, સિપ્લા, એસબીઆઈ કાર્ડ્સ, ડીએલએફ, હેવેલ્સ ઇન્ડિયા, મુથૂટ ફાઈનાન્સ, ગ્લેનમાર્ક ફાર્મા, ઓરબિંદો ફાર્મા, કોટક મહિન્દ્રા બેન્ક, ટાટા મોટર્સ, એક્સીસ બેન્ક, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટસ અને વિપ્રો જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન, ભારતી એરટેલ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, એસીસી લી., મહાનગર ગેસ, બાટા ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વોલ્ટાસ લી, જીન્દાલ સ્ટીલ, એચસીએલ ટેકનોલોજી જેવા શેરોમાં ઘટાડો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૭ અને વધનારની સંખ્યા ૨૩૨૬ રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો, જ્યારે ૩૨૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર હજી પૂર્ણ થયો નથી. ટ્રમ્પ સત્તાની કમાન સંભાળે અને નવી નીતિઓ અંગે સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા રહેશે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે. અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ઉચાળા ભરીને ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેરબજારમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ  શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા.

એફપીઆઈઝની એક્ઝિટ ઈન્ડિયા અટકવાની અને ફરી ભારતીય બજારોમાં વેલ્યુબાઈંગ શરૂ થવાની શકયતા ચર્ચાવા લાગી છે. અલબત પોઝિટીવ ડેવલપમેન્ટ છતાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી-પરિણામો નબળા હોવાથી અને આ પરિણામોની સ્થિતિ સુધરતાં ૬થી ૯ મહિના લાગી જવાની શકયતા બતાવી રહ્યા હોઈ શેરોમાં આગામી દિવસોમાં તેજીના સંભવિત ઉછાળા લલચાઈ ન જવાય એની પણ સાવચેતી રાખવી જરૂરી છે. શેરોમાં મોટી ખરીદીને બદલે આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોમાં રોકાણની પસંદગી કરવી. હજુ ઓવર વેલ્યુએશન ધરાવતા શેરોમાં ઉછાળે શેરો ઓફલોડ થવાની પૂરી શકયતા છે સાથે સાથે આગામી ટૂંકા ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી સાથે કરેક્શનનો માહોલ પણ જળવાઈ રહેશે તેવી શક્યતા છે.

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૭૫૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૭૫૮૬૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૫૨૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૭૫૫૮૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૯૦૭૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૧૪૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૦૨૪૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૯૦૬૩૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૂખ

ઈન્ફોસીસ લીમીટેડ બંધ ભાવ (૧૮૨૫) : ઈન્ફોસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૮૫૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એચસીએલ ટેકનોલોજી બંધ ભાવ (૧૮૨૬) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૫૮ ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!

સન ફાર્મા બંધ ભાવ (૧૭૭૬) : રૂ.૧૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૭૨૭ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૯૦ થી રૂ.૧૮૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!

ભારતી એરટેલ બંધ ભાવ (૧૫૨૮) : ટેલિકોમ - સેલ્યુલર અને ફિક્સ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૫ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.!!!

અદાણી પોર્ટસ બંધ ભાવ (૧૨૮૯) : રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૭૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પોર્ટ અને પોર્ટ સર્વિસસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૦૩ થી રૂ. ૧૩૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh