Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટર સહિત રૂ.૧.૮૬ લાખનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા.૨૦ : જામનગરના મયુરનગર વામ્બે આવાસ રોડ પર એક મોટરમાં લઈ જવાતો ૧૫૫ લીટર દેશી દારૂનો જથ્થો એલસીબીએ કબજે કર્યાે છે. જથ્થો મંગાવનાર શખ્સ તથા મોકલનાર મહિલાના નામ મોટરના ડ્રાઈવરે ઓકી નાખ્યા છે. કુલ રૂ.૧ લાખ ૮૬ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગરના મયુરનગર વામ્બે આવાસ રોડ પર એક મોટરમાં દેશી દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી એલસીબીના ઘનશ્યામ ડેરવાડીયા, ભરતભાઈ ડાંગર, સુમિત શિયારને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સુચનાથી સ્ટાફે રાખેલી વોચમાં ગોળાઈમાંથી પસાર થતી જીજે-૩-એફડી ૭૬૧૮ નંબરની મોટર મળી હતી.
તે મોટરને રોકાવી એલસીબી સ્ટાફે તલાશી લેતા તેમાંથી ૧૫૫ લીટર દેશી દારૂ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામનો અશોક બુધીયાભાઈ જાગરીયા નામનો શખ્સ મળી આવ્યો હતો. મૂળ ભુજના આ શખ્સે તે જથ્થો મોકલાવનાર મહિલા તથા જથ્થો મંગાવનાર જામનગરના વેલનગરવાળા જીજ્ઞેશ નરશીભાઈ રાઠોડ ઉર્ફે જીગાનું નામ આપ્યું છે.
એલસીબીએ રૂ.દોઢ લાખની મોટર, એક મોટર, દારૂનો જથ્થો કબજે કરી ત્રણેય સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial