Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ર્યાવરણ, કુદરતી આફતો પર રહેશે નજરઃ એક વર્ષ સુધી રહેશે એક્ટિવ
શ્રી હરિકોટા તા. ૧૬: આજે ઈસરોએ નવો ઈતિહાસ રચ્યો છે, અને પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ પૃથ્વી પરની પ્રાકૃતિક ગતિવિધિ, કુદરતી આફતો અને પર્યાવરણ પર નજર રાખશે, જેથી આગમચેતી તથા પર્યાવરણની સુરક્ષા ક્ષેત્રે વધુ ઝડપી અને સુદૃઢ કામગીરી થઈ શકશે.
આજે ભારતે અવકાશમાં વધુ એક ઈતિહાસ રચવા માટે ઐતિહાસિક ઉડાન ભરી છે. ચંદ્રયાન-૩ ને ચંદ્ર પર મોકલીને વિશ્વને પોતાની શક્તિ દેખાડનાર ઈસરોએ આજે ૧૬મી ઓગસ્ટે એક નવો ઉપગ્રહ લોન્ચ કર્યો છે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આજે ૧૬-ઓગસ્ટના સવારે ૯.૧૭ વાગ્યે તેનો લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ઈઓએસ-૦૮ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. ઈસરોના આ પગલાથી ભારત હવે ધરતીના ધબકારા સાંભળી શકશે એમ કહી શકાય. જો ઈસરોનું મિશન સફળ થશે તો ભારતને આપત્તિઓ વિશે સમયસર માહિતી મળશે, તે સ્મોલ સેેટેલાઈટ લોન્ચ વ્હીક્લ (એસએસએલવી)-ડી-૩ ત્રીજી અને અંતિમ વિકાસલક્ષી ઉડાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.
અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (ઈઓએસ-૦૮) અને સ્ટાર્ટઅપ કંપની સ્પેસ રિક્ષાના એસઆર-૦ સેટેલાઈટને વહન કરતા ભારતના નાના લોન્ચ વ્હીકલ એસએસએલવીના પ્રક્ષેપણ માટેનું કાઉન્ટડાઉન ર.૩૦ વાગ્યે શરૂ થયું હતું. વિકાસના તબક્કામાં એસએસએલવીની આ ત્રીજી અને અંતિમ ઉડાન છે. આ પછી રોકેટ કુલ ઓપરેશન મોડમાં આવી જશે.
આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી પ૦૦ કિલોની વહન ક્ષમતા સાથેના એસએસએલવી એ ૧૭પ.પ કિગ્રા વજનના માઈક્રોસેટેલાઈટ ઈઓએસ-૦૮ ને લઈને ઉડાન ભરી હતી. સેટેલાઈટનું આયુષ્ય એક વર્ષ નક્કી કરવામાં આવ્યું છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અનુસાર, પ્રસ્તાવિત મિશન એસએસએલવી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને પૂર્ણ કરશે. આ પછી તેનો ઉપયોગ ભારતીય ઉદ્યોગ અને જાહેર ક્ષેત્રની કંપની ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડના મિશન માટે કરવામાં આવશે. એસએસએલવી રોકેટ પ૦૦ કિમીની ભ્રમણકક્ષામાં મિની, સૂક્ષ્મ અથવા નેનો ઉપગ્રહ (૧૦ થી પ૦૦ કિગ્રા વજન) લોન્ચ કરવામાં સક્ષમ છે.
રોકેટના ત્રણ તબક્કા ઘન બળતણ દ્વારા સંચાલિત છે, જ્યારે અંતિમ વેલોસિટી ટ્રિમિંગ મોડ્યુલ (વીટીએમ) પ્રવાહી બળતણનો ઉપયોગ કરે છે. લિફટઓફના બરાબર ૧૩ મિનિટ પછી, રોકેટ તેની ભ્રમણકક્ષામાં ઈઓએસ-૦૮ છોડશે અને લગભગ ત્રણ મિનિટ પછી, એસઆર-ઓ અલગ થઈ જશે. બન્ને ઉપગ્રહ ૪૭પ કિમીની ઊંચાઈએ રોકેટથી અલગ થશે.
એસઆર-ઓ ચેન્નાઈ સ્થિત સ્પેસ સેક્ટર સ્ટાર્ટઅપ સ્પેસ રિક્ષા માટેનો પ્રથમ ઉપગ્રહ હશે, દરમિયાન આઈએસઆરઓ એ જણાવ્યું હતું કે, ઈઓએસ-૦૮ મિશનના પ્રાથમિક ઉદ્દેશ્યોમાં સૂક્ષ્મ ઉપગ્રહોની ડિઝાઈન અને વિકાસનો સમાવેશ થાય છે. આમાં માઈક્રો સેટેલાઈટ બસ સાથે સુસંગત પેલોડ ઉપકરણો બનાવવાનો અને ભવિષ્યમાં કાર્યરત ઉપગ્રહો માટે જરૂરી નવી તકનિકોનો સમાવેશ કરવાનો પણ સમાવેશ થાય છે. ઈસરોનું આ મિશન ભારતની સાથે-સાથે સમગ્ર વિશ્વ માટે ખાસ છે. તેની સફળતાથી ભારત ધરતીના ધબકારા સાંભળી શકશે. આ સાથે કુદરતી આફતોની માહિતી સમયસર મળી રહેશે. આ સેટેલાઈટ દ્વારા ધરતીકંપ, સુનામી કે અન્ય કુદરતી આફતો જેવી પૃથ્વીની હિલચાલની માહિતી ઉપલબ્ધ થશે. આ અવકાશયાનનું મિશન જીવન એક વર્ષનું છે. તેનું દળ આશરે ૧૭પ.પ કિગ્રા છે અને તે લગભગ ૪ર૦ વોટ પાવર જનરેટ કરે છે. ઈસરોએ કહ્યું કે, સેટેલાઈટ એસએસએલવી-ડી૩/આઈબીએલ-૩પ૮ લોન્ચ વ્હીકલ સાથે ઈન્ટરફેસ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial