Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દંડ પેટે રૂ. ૮ લાખ ભરવા અદાલતનો આદેશઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક આસામીએ રૂ. ૪ લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં રહેતા કિશન ગિરીશભાઈ નથવાણીએ રૂ. ૪ લાખ અશોક શંકરભાઈ કનખરા ને હાથઉછીના આપ્યા હતા. નાણાની પરત ચૂકવણી માટે અશોકભાઈએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કિશનભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેના સમાધાનમાં રૂ. ૪ લાખનો ફરીથી ચેક અપાયો હતો.
ઉપરોક્ત ચેક પણ અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા કિશનભાઈ નથવાણીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી અશોક શંકરભાઈ કનખરાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે. તેમાંથી ફરિયાદીને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા આદેશ કરાયો છે. હુકમનું પાલન ન કરી શકાય તો આરોપીને વધુ છ મહિનાની કેદ સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ક્રિપાલસિંહ જાડેજા, કુલદીપ સિંહ પી. ચૌહાણ, નાસીરખાન કે. લોહાની રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial