Advertisement
Author: નોબત સમાચાર

દુનિયામાં અબુધાબી સૌથી વધુ સુરક્ષિત શહેરઃ ટોપ-ર૦ માં ભારતનું કોઈ શહેર નહીં

નુમ્બેઓના સેફેસ્ટ ઈન્ડેક્સ મુજબ

નવી દિલ્હી તા. ૧૬: ફરી એકવાર દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર અબુધાબી જાહેર થયું છે, જ્યારે ટોચના ર૦ દેશોમાં ભારતનું એક પણ શહેર નથી.

કોલકાતા ડોક્ટર બળાત્કાર કેસથી દેશભરમાં મહિલાઓની સુરક્ષા અંગે વિવિધ સવાલો ઊભા થયા છે, ત્યારે અત્યંત કડક કાયદા અને ગુનેગારો તરફ આકરૂ વલણ રાખતા મધ્ય-પૂર્વના દેશો વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં ટોપ-૧૦ સ્થાન ધરાવે છે. વિશ્વના સુરક્ષિત શહેરોમાં અબુધાબી સતત આઠમી વખત અગ્રણી રહ્યું છે.

મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકા (એમઈએનએ) પ્રદેશમાં અબુધાબી સૌથી સુરક્ષિત અને રહેવાલાયક શહેર છે. નુમ્બેઓના ગ્લોબલ રેન્કિંગ્સ તાજેતરમાં જારી કરાયેલા ર૦ર૪ માટે ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ અને નુમ્બેઓના ગ્લોબલ રેન્કિંગમાં આ દાવો કરવામાં આવ્યો છે. યુએઈની રાજધાની અબુધાબી સતત આઠમા વર્ષે વૈશ્વિકસ્તરે સૌથી સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત જીવનશૈલી ધરાવતું શહેર બન્યું છે.

નુમ્બેઓના સેફેસ્ટ ઈન્ડેક્સમાં આ શહેરે ૮૮.ર પોઈન્ટ હાંસલ કર્યા છે. જે તેના રહેવાસીઓની સુખાકારીની ખાતરી કરતા તેના અથાગ પ્રયાસોને પ્રતિબિંબ કરે છે. શહેરનો ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર ૧૧.૮ છે. જે સૌથી ઓછા ગુના થતા હોવાનું સુનિશ્ચિત કરે છે. વિશ્વના ટોચના ૧૦ સુરક્ષિત શહેરોમાં મધ્ય-પૂર્વના છ શહેરો સામેલ છે. જેમાં અબુધાબી ઉપરાંત યુએઈનું અજમાન ૮૪.ર પોઈન્ટ સાથે બીજા ક્રમે અને કતારનું દોહા ૮૪ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

ચોથા ક્રમે તાઈવેનનું તાઈપેઈ અને અને પાંચમા ક્રમે પાછું યુએઈનું દુબઈશહેર છે. છઠ્ઠા ક્રમે યુએઈનું રાસ-એલ-ખૈમાહ છે. સાતમા ક્રમે ઓમાનનું મસ્કત છે. અબુધાબી તેની સર્વશ્રેષ્ઠ આરોગ્ય અને શિક્ષણ સિસ્ટમ માટે પણ વૈશ્વિક સ્તરે અવ્વલ છે, જ્યાં ૬૭ હોસ્પિટલ, ૧૦૬૮ ફાર્મસી, ૧ર,૯રર લાયન્સ ડોક્ટર્સ સાથે ૩૩ર૩ હેલ્થકેર સુવિધાઓ તેના આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને શ્રેષ્ઠ બનાવે છે. શહેરમાં ર૦ર૩-ર૪ સુધી કુલ ૪પ૯ શાળાઓ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh