Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા શહેરમાં ટ્રાફિક પ્રશ્ન ઉકેલવા ટ્રાફિક શાખા દ્વારા શરૂ કરાઈ ઝુંબેશ

દ્વારકા તા. ૧૬: દ્વારકા શહેરમાં તહેવારોને અનુલક્ષીને ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવાઈ રહી છે. ટ્રાફિકના પ્રશ્ન માટે વેપારીઓનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરી દોડાવાતા વાહનો ડીટેઈન કરાઈ રહ્યા છે.

દ્વારકા શહેરમાં ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા ખાસ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલા તહેવારો દરમિયાન જગતમંદિરે રોજે રોજ સેંકડો ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે પીએસઆઈ આર.પી. રાજપૂત ના વડપણ હેઠળ ટ્રાફિક શાખા દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે.

દ્વારકા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નંબર પ્લેટ વગર દોડતા વાહનો તેમજ રોમિયો ગીરી કરવા માટે નીકળી પડતા તત્ત્વો સામે લાલઆંખ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત દુકાન ધારકોને પણ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં સાથ આપવા માટે અપીલ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh