Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વરોગમાં ૧૪ર અને જીરિયાટ્રિકમાં ૪૬ લાભાર્થીઓઃ
જામનગર તા. ૧૬: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર, નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર, વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત હરિપર-લાલપુર તાલુકાના સહયોગથી જિલા આયુર્વેદ અધિ(ારી, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા આયુષ ગ્રામ હરિપરમાં સર્વરોગ નિદાન કેમ્પ, સારવાર કેમ્પ અને જીરિયાટ્રિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આયુર્વેદ શાખાના મેડિકલ ઓફિસર ડો. જે.પી. સોનગરા અને મેડિકલ ઓફિસર ડો. નીતિન ડોબરિયાએ કેમ્પમાં હાજરી આપી હતી અને દર્દીઓનું નિદાન કરીને તેમની આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરી હતી, જેમાં કુલ સર્વરોગ નિદાન સારવારના કુલ ૧૪ર અને જીરિયાટ્રિક નિદાનના કુલ ૪૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
તેમજ સારવાર કેમ્પમાં સ્વસ્થવૃત્ત ચાર્ટ પ્રદર્શન, યોગ અને અન્ય રોગના પથ્યાપથ્યની પત્રિકાનું વિતરણ કરાયું હતું અને તેના દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વર્ધક અમૃત ઉકાળાનું વિતરણ, ૬૦ વર્ષથી ઉપરના દરેક દર્દીઓનું આરોગ્ય વિભાગના સહયોગથી બ્લડપ્રેશર, ડાયાબિટસ, પલ્સ અને ટેમ્પરેચરનું સ્ક્રિનિંગ કરીને તેમને રોગ અનુસાર પોષણક્ષમ દવાઓ આપવામાં આવી હતી. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial