Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે નાયડુ-નીતિશ પર સૌની નજરઃ મોદી સરકાર ખતરામાં?
જામનગર તા. ૧૬: ગઈકાલે દેશમાં ઉમંગભેર સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું, અને દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાતા સાર્વત્રિક દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. આ વખતે માત્ર રાજનેતાઓ જ નહીં, પરંતુ ઘણાં લોકો તથા પડોશી દેશોની નજર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાલકિલ્લા પરથી થનારા ભાષણ પર જ હતી, અને ૯૮ મિનિટના પી.એમ.ના પ્રવચનોનું ગઈકાલથી જ વિશ્લેષણ થઈ રહ્યું છે, અને ડઝનેક મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે. એમ કહી શકાય કે મુખ્ય મુદ્દાઓનું પોસ્ટમોર્ટ થઈ રહ્યું છે.
કિસ્સા કુર્સી કા
જો કે, ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વ લાલકિલ્લા પરથી ધ્વજ ફરકાવાયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ જેટલી જ ચર્ચા રાહુલ ગાંધીને આ પર્વમાં ચોથી હરોળમાં બેસાડાયા, તેની પણ ચર્ચા થોડા સમય માટે શરૂ થઈ ગઈ હતી. એવી કોમેન્ટો થવા લાગી હતી કે હજુ ઘમંડ ઉતર્યો હોય તેમ લાગતું નથી, તો એવી કોમેન્ટો પણ થઈ રહી છે કે, 'કિસ્સા કુર્સી કા...!'
મમતા સામે મોરચો
પ. બંગાળમાં મહિલા તબીબ પર રેપ અને મર્ડરના કેસમાં મમતા બેનર્જી એકલા પડી ગયા અને તેની સામે ભાજપ, લેફ્ટ અને કોંગ્રેસે પણ સવાલો ઊઠાવ્યા, તે પછી જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે.
'વામ અને રામ'નું કૃત્યઃ મમતા
વડાપ્રધાને લાલકિલ્લા પરથી પણ દુષ્કર્મ કરનારાઓને સબક શીખવવાની જરૂર જણાવીને આ પ્રકારના વિકૃત હત્યારાઓને ફાંસીએ ચડવાની બીક લાગવી જોઈએ, તેવો માહોલ ઊભા કરવા દરીંદાઓને સજા થાય, ત્યારે પણ તેની વ્યાપક પબ્લિસિટી કરવાની જરૂર જણાવી તેની પણ ચોતરફ ચર્ચા થઈ રહી છે. આ અભિપ્રાયના જુદા જુદા અર્થઘટનો પણ થઈ રહ્યા છે અને ભાજપ શાસિત રાજ્યો માટે જુદા માપદંડ ન હોવા જોઈએ, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે. બીજી તરફ કોલકાતાની જે હોસ્પિટલમાં મહિલા તબીબ પર રેપ અને હત્યાની ઘટના બની છે, તે હોસ્પિટલમાં લોકોના ટોળાએ કરેલી તોડફોડને લઈને મમતા બેનર્જીએ કહ્યું કે, 'વામ અને રામ'નું આ ષડ્યંત્ર છે!
'ઘમંડ'ના અવનવા રૂપ
મમતા બેનર્જીના આ નિવેદને પણ ભારે ચર્ચા જગાવી છે. વામ એટલે ડાબેરી પક્ષો અને 'રામ' એટલે બીજેપી પર તેણીએ આ પ્રહાર કર્યો હતો, પરંતુ 'રામ' શબ્દનો ઉપયોગ બીજેપીના પર્યાયના સ્વરૂપમાં કરવા સામે ઘણાંને વાંધો પણ પડ્યો હતો!
ગુજરાતમાં પણ કોઈ સ્કૂલના બાળકે પહેરેલું ટી-શર્ટ ઉતારવું પડ્યું હોવાની ઘટનાના પણ રાજધાની સુધી પડઘા પડ્યા છે, અને આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ભાજપના નેતાઓ વચ્ચે થયેલો વિવાદ એક અલગ જ પ્રકારની રણનીતિની તસ્વીર ઊભો રહ્યો છે. જ્યારે ખુરશી, ટી-શર્ટ અને વામ અને રામ જેવા વિવાદો ઊભા થાય ત્યારે લોકોને પણ કન્ફ્યુઝન થતું હોય છે કે રાજનીતિ કેટલી નિમ્ન કક્ષા સુધી જઈ શકતી હોય છે? 'ઘમંડ'ના પણ કેટલા અવનવા સ્વરૂપો હોય છે, ખરૃં કે નહીં?
'કોમન' ગાયબઃ 'સેક્યુલર' સામેલ
સૌથી વધુ ચર્ચા તો વડાપ્રધાને 'કોમન સિવિલ કોડ'ના બદલે 'સેક્યુલર સિવિલ્ કોડ'ની તરફેણમાં જે કાંઈ કહ્યું તેની થઈ રહી છે. વડાપ્રધાને કોમ્યુનલના બદલે સેક્યુલર સિવિલ કોડની વાત કરીને 'કોમન' શબ્દ જ ઊડાવી દીધો, તેને પણ ઘણાં લોકો સૂચક ગણે છે.
વડાપ્રધાને ભાજપની મૂળભૂત વિચારધારાને અનુરૂપ હોય તેમ એવું સ્પષ્ટ રીતે કહ્યું છે કે સેક્યુલર સિવિલ કોડ સહિતની તેની વિચારધારા પહેલા જેવી જ રહેવાની છે. આ મુદ્દો છંછેડીને વડાપ્રધાને નાયડુ-નીતિશ માટે કાં તો લીટમસ ટેસ્ટનો પ્રયોગ કર્યો છે અથવા તો કોઈ મોટી વૈકલ્પિક 'ગુપ્ત' વ્યવસ્થા કરી લીધી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, તો બીજી તરફ સિવિલ કોડના મુદ્દે નાયડુ-નીતિશનું વલણ કેવું રહેશે, તેની અટકળો તેજ બની ગઈ છે.
મોદી સરકાર મજબૂત કે મજબૂર?
વડાપ્રધાનના સેક્યુલર સિવિલ કોડના સંકેત પછી જો નીતિશ-નાયડુ સહમત ન થાય, તો મોદી સરકાર ગબડી જાય, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે. તેથી હવે મજબૂત નહીં રહેલી મોદી સરકાર મજબૂર થઈને 'વકફ' બિલની જેમ જ સેક્યુલર સિવિલ કોડનું બિલ લોકસભામાં રજૂ કરીને પછી સ્થાયી સમિતિ (જેપીસી) ને મોકલી દેવાનો વચલો માર્ગ અપનાવશે, તેવી અટકળો પણ તેજ બની છે.
જોઈએ, હવે શું થાય છે તે... મોદી સરકાર ગબડી પડે, તો ઈન્ડિયા ગઠબંધન રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવે કે કેમ? તે પ્રકારની એક અલગ જ ચર્ચા શરૂ થઈ ગઈ છે, બોલો...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial