Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને
ખંભાળિયા તા. ૧૬: જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સમિતિની બેઠક યોજાઈ હતી.
જામનગર જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં ડિસ્ટ્રીક્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એસ.એન. પટેલ દ્વારા જિલ્લાના મહત્ત્વપૂર્ણ નિર્દેશકો વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતાં,તેમજ જિલ્લાના આગામી વિકાસલક્ષી એક્શન પ્લાન બનાવવા અંગે સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ કમ મન્સલટન્ટ એમ.એ. અંસારી દ્વારા પ્રેઝન્ટેશન આપીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત આગામી તારીખ ૧૬ ઓગસ્ટના જામનગરમાં 'વિકસિત જામનગર જિલ્લો ર૦૪૭' અંતર્ગત જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને વર્કશોપ યોજાનાર છે. જેના આયોજન બાબતે સર્વેને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે જિલ્લા કલક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નિયામક આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બી.બી. સુથાર અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial