Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા આસપાસના ધોરી માર્ગ સહિતના માર્ગો પર ઢોરના સતત અડીંગા

પશુઓના મરણઃ અન્ય અકસ્માતોના કિસ્સાઃ

ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયામાં સ્થિતિ એવી છે કે અમુક રસ્તાઓ નવાપરા શારદા સિનેમા, સ્ટેશન રોડ, નગર ગેઈટ, જોધપુર ગેઈટ વિસ્તારમાં હાલ ચોમાસામાં રોજ વરસાદી ઝાપટા આવતા હોય રસ્તાઓ ભીના હોય રોડની વચ્ચે જ્યાં રસ્તા કોરા હોય ત્યાં રખડતા પશુઓ ખુંટીયા ગાય બેસતા રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તો હાઈવે પર પણ અડીંગો જમાવીને રોડની વચ્ચે બેસેલા પશુઓ રાત્રે પણ ત્યાં બેસતા રોજ નાના મોટા અકસ્માતો થાય છે તથા રોજ કોઈ પશુનું મોત કે ઈજા ઘાયલ થાય છે. એક જ માસમાં ૩પ થી વધુ પશુઓના મોત રસ્તા તથા ટ્રેઈન અકસ્માતોના બનાવોમાં થયા છે.

રખડતા પશુઓ અને માલિકો દ્વારા ઉપયોગમાં ન આવતા હોય તેવા પશુઓ છોડી મુકવામાં આવે છે આવા પશુઓ રસ્તા પર બેસતા હોવાથી આવી સ્થિતિ સર્જાવા ૫ામે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh