Advertisement
Author: નોબત સમાચાર

મોહનનગર આવાસમાં પાર્કિંગમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત નવ પકડાયા

સિક્કામાં પાંચ મહિલા સહિત સાત તીનપત્તી રમતા હતાઃ સાત દરોડામાં આડત્રીસ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૧૬: જામનગરના સાધનાકોલોની તેમજ મોહનનગર આવાસમાં અને સિક્કા, જામજોધપુરના ભરડવા, લાલપુરના ભરૂડીયા તથા ધ્રોલના મોટા વાગુદળ ગામમાં જુગાર પકડવા પોલીસે પાડેલા છ દરોડામાં સત્યાવીસ શખ્સ અને દસ મહિલા પકડાઈ ગયા હતા. એક શખ્સ નાસી જવામાં સફળ થયો હતો.

જામનગરના ગુલાબનગર સામે આવેલા મોહનનગરના છેવાડે આવાસમાં એક ઈમારત ના પાર્કિંગમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝનના સ્ટાફે બિલ્ડીંગ નં.૯ના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં ગંજીપાના વડે જુગાર રમતા દિનેશ હરીભાઈ રાઠોડ, યુવરાજસિંહ ગંભીરસિંહ પરમાર, જાંબુડીયા પ્રવીણભાઈ નરશીભાઈ, અકરમ સલીમ ખીરા, દર્શનાબેન હસમુખગીરી ગોસાઈ, હીનાબેન રાજેશભાઈ રાઠોડ, આરતીબેન ભરતભાઈ પરમાર, વનીતાબેન પ્રશાંતભાઈ સોલંકી, રીટાબા પ્રશાંતસિંહ ગઢવી નામના નવ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ. ૧૬,૪૧૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર તાલુકાના સિક્કામાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા પ્રેમદીપસિંહ બ્રિજરાજસિંહ જાડેજા, ચિરાગ મનુભા કંચવા ઉર્ફે ચંદ્ર સિંહ, શિવાની કિશનભાઈ બુજડ, શ્વેતાબા અનિરૂદ્ધસિંહ જાડેજા, મનિષાબેન બાબુભાઈ સુંબડ, મોનિકાબેન વિશાલભાઈ ગોસ્વામી, કંચનબા ભીખુભા જાડેજા નામના સાત વ્યક્તિને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૩૦૨૦ કબજે કર્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીના એક બિલ્ડીંગની નીચે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી ગઈરાત્રે સાડા બારેક વાગ્યે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે એલ/૧૧૧ના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના વડે જુગાર રમતા હરીશ મુળજીભાઈ પરમાર, રાજુ નારણભાઈ શુકલ, કરણ રાજેશભાઈ શુકલ, અશ્વિન પરસોત્તમ બોરખતરીયા નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાં રૂ. ૪૩૪૦ રોકડા કબજે કરાયા છે.

જામજોધપુર તાલુકાના પરડવા ગામની ખારાપાટ સીમમાં માલદે ખુંટી નામના ખેડૂતના ખેતર નજીક બાવળની આડશમાં ગઈરાત્રે બે વાગ્યે ટોર્ચના અજવાળે તીનપત્તી રમતા માલદે ગાંગાભાઈ ખુંંટી, લખમણ દુલાભાઈ કુછડીયા, લીલાભાઈ સવદાસ ગોઢાણીયા, વેજાભાઈ સવદાસ ગોઢાણીયા, વાનાભાઈ બાબુભાઈ ગોઢાણીયા, કરશનભાઈ મિલનભાઈ કડચા નામના છ શખ્સને જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી લઈ રૂ. ૧૧૫૦૦ કબજે લીધા છે.

લાલપુર તાલુકાના મોટા ભરૂડીયા ગામમાં ગઈરાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાનાથી જુગાર રમતા ક્રિપાલસિંહ વનરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ રાહુભા જાડેજા, ખુમાનસિંહ રતુભા જાડેજા નામના ચાર શખ્સ ઝડપાયા હતા. ડાયાભાઈ કરંગીયા પોલીસને જોઈને નાસી ગયા હતા. પટમાંથી રૂ. ૧૮૫૦૦ કબજે કરાયા છે.

ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામની સીમમાં ગઈરાત્રે તીનપત્તી રમતા કાળુભા રાજેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ભૂપતસિંહ, જયપાલસિંહ મનુભા જાડેજા, અશ્વિનસિંહ વખતુભા જાડેજા, નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા, જયદીપ પૂંજાભાઈ લાબરીયા, મહાવીરસિંહ કરણુભા જાડેજા, રઘુવીરસિંહ નવલસિંહ જાડેજા નામના સાત શખ્સ રૂ. ૧૪ ૬૮૦ સાથે ઝડપાઈ ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh