Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન અન્વયે
જામનગર તા. ૧૬: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ સહિત રાજ્યમાં આયુષ્માન ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અન્વયે જામનગર જિલ્લામાં આવેલ વિવિધ આયુષ્માન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરઓ માટે જિલ્લા પંચાયત ભવન, જામનગરના સભાખંડમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સર્વેને જિલ્લાના દરેક ગામોમાં આરોગ્યલક્ષી ગુણવત્તાયુકત સેવાઓ મળી રહે, જિલ્લામાં આરોગ્યની વિવિધ યોજનાઓ અને રાષ્ટ્રીય કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ સરળતાથી થઈ શકે અને એક પણ વ્યક્તિ આરોગ્યની સેવાઓથી વંચિત ન રહે તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવ્યું હતું. ઉકત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડો. ભાયા, જિલ્લા આર.સી.એચ.ઓ. ડો. નૂપુર કુમારી પ્રસાદ, જિલ્લા કવોલિટી મેડિકલ ઓફિસર ડો. રાજેશ ગુપ્તા, ૭પ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો અને આરોગ્ય શાખાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં. તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial