Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ

ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશેઃ

જામનગર તા. ૧૬: જામનગર જિલ્લાના તમામ ખેડૂતો ચાલુ વર્ષ ર૦ર૪-રપ માં રાજ્યના બાગાયત વિભાગ દ્વારા બાગાયતી પાકના કલસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત, ખાનગી, સંસ્થા, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ અને રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીતસંગ્રહ ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ મંજુર કરવામાં આવ્યો છે. તેથી તમામ ખેડૂતો આ નવા કાર્યક્રમનો લાભ મેળવી શકે તે માટે તેમની પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

તે માટે આઈ-ખેડૂત પોર્ટલ વેબસાઈટ પર જઈને આગામી તા. ૧૧-૧૦-ર૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે. તેથી લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ અત્રે ઓનલાઈન અરજી કરીને જરૂરી સાધનિક કાગળો જેમાં અરજીની પ્રિન્ટ નકલ, પ્રોજેકટ રિપોર્ટ, ૭-૧ર-૮-અ, અનુસૂચિત જાતિ માટે જાતિનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ બેન્ક બચત ખાતાની નકલ આ તમામ કાગળો તેની સાથે જોડવાના રહેશે. અત્રેની નાયબ ગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન ૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગરમાં આ તમામ વિગતો પહોંચાડવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નંબર ૦ર૮૮-રપ૭૧પ૬પ પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh