Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ૦% જ પાકનું ઉત્પાદન થવાની શકયતાઃ ખેડૂત અગ્રણી

સતત વરસાદી ઝાપટાંઓ પડતા હોવાથી

ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદ પડતા છેલ્લા પંદર દિવસની નોંધપાત્ર ગણતરી મુજબ માંડ અડધો પોણો ઈંચના ઝાપટાં જ પડ્યા છે ત્યારે સતત મહિનાથી પણ વધુ સમયથી જમીન સૂકી ના થાય તેમ સતત વરસાદના ઝાપટાં જ પડ્યા રહેતા હોય ધાબળીયું વાતાવરણ તથા સૂર્ય પ્રકાશ પવનના અભાવથી દ્વારકા જિલ્લામાં અમુક વિસ્તારોમાં ૪૦ થી ૪પ ટકા અને અમુક વિસ્તારોમાં ૬૦ થી ૭૦ ટકા ઉત્પાદન ઓછું થવાની ધારણા છે.

ખંભાળીયા તાલુકાના કેશોદના પીઢ ખેડૂત આગેવાનો મોહનભાઈ મોકરીયાએ એક મુલાકાતમાં જણાવેલ કે સતત વરસાદી વાતાવરણથી મગફળીનો પાક ઉપરથી ખૂબ સારો લાગે પણ અંદર આ વખત દાંતીયાના લાગતા ઉત્પાદન ૪૦-૪પ ટકા ઓછું થવાની ધારણા છે તો જુવાર અને બાજરી અને તલના પાકને પણ આ સતત વરસતા વરસાદથી ઉત્પાદન ઓછું થયાનું ખેડૂતોનેે નુકસાન છે. ખંભાળીયા ભાણવડ પંથકમાં બહુ વરસાદ ના પડતા સ્થિતિ થોડી સારી છે. તો દ્વારકા કલ્યાણપુરમાં તો હજુ પણ ખેતરોમાં પાણી ભરેલા હોય પાકને પાણી લાગી જતાં પાકને મૂળ નુકસાન થતા ૩૦-૩પ ટકા જ ઉત્પાદન થવા સંભાવના છે.

છોડમાં ઉપર વિકાસ પણ અંદર મગફળીના ડેડવામાં બહુ વિકાસ ના હોવાની મગફળીમાં સ્થિતિ છે. જુવાર, બાજરી તથા તલના ડુંડાની સ્થિતિ પણ એવી જ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh