Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેચાણ નોંધ સામે એક આસામીએ લીધી હતી તકરારઃ
જામનગર તા. ૧૬: જામનગરના બેડ ગામમાં આવેલી ખેતીની એક જમીન તેના માલિકે વેચ્યા પછી તેની વેચાણ વ્યહારની નોંધ માટે તજવીજ થતાં એક આસામીએ વાંધો લીધો હતો. તે તકરાર અંગે જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારીએ પહેલી મુદ્દતમાં જ વિવાદીના વાંધા અમાન્ય રાખી નોંધ મંજૂર કરવા હુકમ કર્યાે છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર બેડ ગામના સર્વે નં.૧૧૦૭ માં આવેલી મહંમદહુસેન સુલેમાન ચુચાની ખેતીની જમીન વાલાબેન સામતભાઈ ખાંભલા, ભાવનાબેન લાખાભાઈ રબારીએ ખરીદી હતી અને તેનો દસ્તાવેજ બનાવી અપાયો હતો.
આ વેચાણ વ્યવહારની નોંધ માટે તજવીજ કરાતા યાકુબ યુસુફ જુમાણીએ વાંધો લીધો હતો. તે તકરારી કેસ જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી સમક્ષ ચાલી જતાં આ નોંધ મંજૂર કરવાનો હુકમ કરાયો છે. મિલકત વહેચનાર મહંમદહુસેન ચુચા તથા વાલાબેન, ભાવનાબેન તરફથી વકીલ આરીફ ગોદર, કપિલ વશીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial