Advertisement
Author: નોબત સમાચાર

ચેલામાં આવેલી ખેતીની જમીન અંગે વચગાળાના મનાઈહુકમની અરજી રદ્દ

વાદીએ કરાર પાલનનો પણ નોંધાવ્યો છે દાવોઃ

જામનગર તા. ૧૬: જામનગરના ચેલા ગામમાં બે આસામીની ખેતીની જમીન ખરીદવા માટે સોદો કરાયા પછી તેનો વેચાણ કરાર થયો હતો. ત્યારપછી ખરીદનાર આસામી દ્વારા કરાર પાલનનો દાવો તથા વચગાળાના મનાઈહુકમની માગણી અદાલતમાં કરાઈ હતી. અદાલતે મનાઈહુકમની માગણી કરતી અરજી રદ્દ કરવા હુકમ કર્યાે છે.

જામનગર નજીક ચેલા ગામમાં ખેતીની એક જમીન ખરીદવા નિ૫ુલ જયંતિલાલ નાગડા વગેરેએ તેના માલિક જયંતિલાલ રામજીભાઈ, અશોક રામજીભાઈ સાથે સોદો કર્યા પછી રૂ. ૧ કરોડ ૮૩ લાખ નો વેચાણ કરાર કર્યાે હતો. તે પછી કરારનું આ વ્યક્તિઓ પાલન કરતા નથી તેમ જણાવી નિપુલ નાગડાએ અદાલતમાં કરાર પાલનનો દાવો કર્યાે હતો અને વચગાળાના મનાઈહુકમની માગણી કરી હતી.

તે દાવામાં જયંતિલાલ તથા અશોક રામજીભાઈ દ્વારા જવાબ રજૂ કરાયો હતો. જેમાં આ કરાર રજીસ્ટર્ડ નથી અને તેમાં દર્શાવાયેલી રકમ આપવામાં આવી નથી તેવી દલીલ કરવા ઉપરાંત વચગાળાના મનાઈહુકમની અરજી પણ રદ્દ કરવા રજૂઆત કરાઈ હતી. તેણે ગ્રાહ્ય રાખી અદાલતે નિપુલ જયંતિલાલ નાગડાની વચગાળાના મનાઈ હુકમની અરજી રદ્દ કરી છે. પ્રતિવાદી તરફે વકીલ સંજયદાન ગઢવી, કિશોર ભટ્ટ, પાર્થ મોદી, આદિત્યનાથ ગઢવી રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh