Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી છ મહિનાથી ફરાર આરોપી દબોચાયો

નિલકમલ સોસાયટી પાસેથી મળી આવ્યોઃ

જામનગર તા. ૧૬: જામનગરના એક આસામી સામે ચેક પરતની ફરિયાદ થયા પછી તેને અદાલતે સજા ફટકારી હતી. સજાના હુકમ વેળાએ આ શખ્સ અદાલતમાં હાજર ન હોવાથી સજા વોરંટ ઈસ્યુ થયું હતું. છ મહિનાથી નાસતા ફરતા આ શખ્સને સિટી સી ડિવિઝનના સ્ટાફે દબોચી લીધો છે અને જેલમાં મોકલી આપવા તજવીજ કરી છે.

જામનગરના અંધાશ્રમ આવાસ ૫ાસે બોમ્બે દવા બજાર કોલોનીમાં રહેતા નરેશ વજુભાઈ વરાણીયા નામના શખ્સ સામે થોડા વખત પહેલાં અદાલતમાં ચેક પરતની ફરિયાદ નોંધાવાઈ હતી. તે ગુન્હામાં આરોપીને સજા ફરમાવવામાં આવી હતી.

સજાના હુકમ સમયે આ શખ્સ હાજર ન હોવાથી તેની સામે સજાનું વોરંટ ઈસ્યુ કરાયું હતું. તે પછી આરોપી નરેશ નાસતો ફરતો હતો. છેલ્લા છ મહિનાથી તેની શોધ કરાઈ હતી. ઉપરોક્ત આરોપી નિલ કમલ સોસાયટી પાસે આવ્યો હોવાની સિટી સી ડિવિઝનના ખીમશીભાઈ ડાંગર, હોમદેવસિંહ જાડેજાને મળતા પીઆઈ જે.વી. ચૌધરીની સુચનાથી પોલીસ ટૂકડી ધસી ગઈ હતી. ત્યાંથી આરોપી નરેશ વરાણીયાની અટકાયત કરી લેવાઈ હતી. તેને જેલમાં મોકલી આપવાની તજવીજ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh