Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલકાતામાં મહિલા તબીબ પર રેપ-મર્ડર, હોસ્પિટલ પર હુમલાના ગુજરાત સહિત દેશવ્યાપી પ્રત્યાઘાતોઃ
જામનગર તા. ૧૬: કોલકાતામાં ડોક્ટર હત્યા-બળાત્કારના બનાવના અને હોસ્પિટલ પર હુમલાથી તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, અને દેશભરમાં તબીબોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં જુનિયર-રેસિડેન્ટ તબીબ સ્ટાફ આજથી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતરી ગયા છે. માત્ર ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.
બીજી તરફ આજે સવારે જામનગરમાં ડીન ઓફિસ પાસે તબીબોએ ધરણાં કર્યા પછી રેલી સાથે તબીબી અધિક્ષકને મળ્યા હતાં અને રજૂઆતો કરી હતી.
કોલકાતાની આર જી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં એક મહિલા તબીબ પોતાની ફરજમાં હતી ત્યારે તેણી ઉપર દુષ્કર્મ ગુજારી તેની હત્યા નિપજવાઈ હતી. આ બનાવ પછી ઉશ્કેરાયેલા ટોળાએ હોસ્પિટલમાં પથ્થરમારો, તોડફોડ કરી હતી, જેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બીજી તરફ દેશભરમાં તબીબોએ હડતાલ શરૂ કરતા દેકારો બોલી ગયો છે.
જામનગરની જી.જી. હોસ્પિલમાં પણ રેસી. અને જુનિયર એવા તમામ તબીબો પણ આજથી અચોક્કસ મુદ્તની હડતાલ શરૂ કરતા દર્દીઓની હાલાકી વધી છે. ફક્ત ઈમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવી છે. બાકી વોર્ડ સેવા અને ઓ.પી.ડી. બંધ કરી દેવાઈ છે. આથી હજારો દર્દીઓ આજે રઝળી પડ્યા હતાં, જો પ્રોફેસર એટલે કે સિનિયર ડોક્ટરો પોતાની સેવા આપી રહ્યા છે.
આજે સવારે જુનિયર ડોક્ટર એસોસિએશનના નેજા હેઠળ તમામ તબીબો જામનગરની મેડિકલ કોલેજ પાસે એકત્ર થયા હતાં અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ પછી તમામ તબીબો જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક પાસે પહોંચ્યા હતાં અતે ત્યાં આવેદનપત્ર પાઠવી રજૂઆત અને માંગણી કરી હતી.
ઈન્ટર્ની, જુનિયર અને રેસી. ડોક્ટરો જેની સંખ્યા આશરે પ૦૦ થી વધુ થવા જાય છે. તે તમામ હડતાલમાં જોડાઈ જતા તબીબી સેવાને અસર થવા પામી છે.
બીજી તરફ સિનિયર તબીબો એટલે કે પ્રોફેસરો પોતાની સેવા કાર્યરત હોવાથી તેમના ઉપર કામગીરીનું ભારણ વધ્યું છે અને દર્દીઓની લાંબી કતારો લાગી જવા પામી છે. હાલ તો દર્દીઓની જી.જી. હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને પરિણામે દર્દીઓની પરેશાની વધી છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઈન્ટર્ન ડોક્ટર, જુનિયર ડોક્ટર અને વરિષ્ઠ નિવાસી ડોક્ટરો આજે ઓપીડી અને વોર્ડ સહિતની તમામ બિનઈમરજન્સી સેવાઓથી દૂર રહેશે. આ સાથે જ ૪૦૦ થી વધુ તબીબોએ વિરોધ કરી હડતાલ શરૂ કરી છે. એટલું જ નહીં, જ્યાં સુધી પશ્ચિમ બંગાળ ડોક્ટર્સ એસોસિએશનની તમામ માંગ પૂરી ના થાય ત્યાં સુધી વિરોધ અને હડતાલ ડોક્ટર દ્વારા ચાલુ રાખવામાં આવશે.
સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાલથી ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે, જો કે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે. સિવિલ હોસ્પિટલમાં ૭૦૦ થી ૮૦૦ જેટલા ફરજ બજાવતા ઈન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઈમર્જન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે. જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્ત સુધી હડતાલ પર રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial