Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રાવણી મેળાઓની જમીનના ર૦ ફૂટ ઊંડાઈના નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલાયા

મેળાઓ માટે સોઈલ રિપોર્ટ મેળવવાનો નગરનો ઐતિહાસિક કિસ્સો!

જામનગર તા. ૧૬: જામનગરમાં શ્રાવણી મેળાઓની જમીનમાં ર૦ ફૂટ ઊંડો ખાડો કરીને તેના નમૂના રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ પૃથ્થકરણ માટે મોકલાયા હોવાનું જાણવા મળે છે.

રાજકોટની ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ પછી રાજકોટે કેટલીક ગાઈડલાઈન જાહેર કરી હતી જે મુજબ જામનગરમાં આયોજીત શ્રાવણી મેળામાં જમીનમાં ર૦ ફૂટ નીચે સુધી ખોદકામ કરીને માટીના નમૂના લેવામાં આવ્યા છે. રાજ્યમાં આવો કિસ્સો સૌ પ્રથમ જામનગરમાં નોંધાયો છે, તેથી ઐતિહાસિક કિસ્સો પણ કહી શકાય.

જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન થયું છે. બીજી તરફ રાજકોટના ટીઆરપી ગેમઝોનના બનાવ પછી સરકારે જાહેર  કરેલી ગાઈડલાઈનની અમલવારી માટે રાજ્યમાં સૌ પ્રથમ જામનગરમાં મેળા સ્થળે જમીનમાં ર૦ ફૂટ ઊંડાઈ સુધીનો ખાડો કર્યા પછી માટીના નમૂના લેવાયા હતાં અને તેને પૃથ્થકરણ માટે લેબ.માં મોકલાયા હતાં, ત્યારપછી જ મોટી રાઈડ ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આમ તંત્ર આ વખતે નિયમમાં કોઈ બાંધછોડ કરવા ઈચ્છતું નહીં હોવાનું જણાઈ રહ્યું છે. મેળાના મોટી રાઈડધારકો આ કામગીરી કરાવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, સમગ્ર રાજ્યમાં મેળાઓ યોજવા માટે જુદી જુદી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, અને તે ગાઈડલાઈનને અનુરૂપ મેળા યોજવા માટેના રાજ્ય સરકારના આદેશ પછી ખાસ કરીને મશીન મનોરંજનની રાઈડ લગાવવા માટેનો સોઈલ બેરિંગ કેપેસિટી (એસ.બી.સી.) રિપોર્ટ મેળવવો અત્યંત જરૂરી હોવાથી સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ વખત જામનગરમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, અને તજજ્ઞ આર્કિટેક્ટ દ્વારા પરીક્ષણ કરાવી રિપોર્ટ મેળવ્યા પછી જ મશીનમાં મનોરંજનની રાઈડ લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકારની નવી ગાઈડલાઈનને અનુરૂપ આ કાર્યવાહી ચાલી રહી છે. આ ગાઈડલાઈનમાંથી મિકેનિકલ સ્ટ્રક્ચર અંગેના ચાર્ટર સિવિલ એન્જિનિયરના સર્વે રિપોર્ટ મેળવ્યા પછી રાઈડ ચાલુ કરવા માટેનો નિયમ રખાયેલો છે, જેમાં એક વધારાનો નિયમ ઉમેરવામાં આવ્યો છે.

સોઈલ બેરિંગ કેપેસિટીનો સોઈલ રિપોર્ટ પણ મેળવવાની પ્રક્રિયાઓ આ વખતથી શરૂ કરવામાં આવી છે. જેની અમલવારીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં આયોજિત શ્રાવણી મેળાના મેળા સંચાલકો દ્વારા રાઈડ લગાવવા માટેના જરૂરી એવા રિપોર્ટ મેળવવાની રાજ્યમાં સૌ પ્રથમ વખત પ્રક્રિયા કરવામાં આવી છે. પ્રદર્શન મેદાનની મધ્યમાં જમીનમાં ર૦ ફૂટનો બોર કરવામાં આવ્યો છે અને તે બોર કરતી વખતે દર દોઢ મીટરે માટીના સેમ્પલ એકત્ર કરીને જુદા જુદા છ જેટલા સેમ્પલો લેવાયા છે, જે સેમ્પલો લીધા પછી જામનગરના સિવિલ અને મિકેનિકલ ચાર્ટર એન્જિનિયર તેજશ ઝાલા કે જેઓ દ્વારા આ પ્રકારની ખાસ લેબોરેટરી ચલાવવામાં આવે છે. તે લેબમાં સમગ્ર માટીના સેમ્પલો લઈને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેના રિપોર્ટ આવ્યા પછી મશીન મનોરંજનની રાઈડ લગાવવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે, અને રાજ્ય સરકારના નવા નિયમોની ચૂસ્તપણે જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી મેળામાં તેમના સંચાલકો શબ્બીરભાઈ અખાણી, નિલેશભાઈ મંગે તથા અન્ય રાઈડધારકો દ્વારા અમલવારી થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh