Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અવાર-નવાર ફલાઈટ રદ્દ થવાની ઘટનાથી મુસાફરોમાં આક્રોશઃ
જામનગર તા. ૧૬: જામનગર એરપોર્ટ પરથી ગઈકાલે રાત્રે ૧૦.રપ કલાકે બેંગલુરૂ માટે ઉડાન ભરનારી સ્ટાર એરની ફ્લાઈટ કેન્સલ થતા ત્રણ ડઝન જેટલા મુસાફરો રઝળી પડ્યા હતાં.
મુસાફરોના જણાવ્યા અનુસાર રાત્રે સાડા દસ કલાકની ફ્લાઈટ રદ્દ થવા અંગે તેમને સાડા નવ કલાકે જાણ કરવામાં આવી હતી. તમામ મુસાફરો એરપોર્ટ પહોંચી ગયા પછી તેઓને ફ્લાઈટ રદ્દ હોવાની માહિતી આપવામાં આવી હતી. છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ્દ થતા મુસાફરોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા એરપોર્ટ પર હોબાળાની સ્થિતિ સર્જાય હતી. કેટલાક મુસાફરોની બેંગલુરૂથી અન્ય ફ્લાઈટ હોવાથી જામનગરથી બેંગલુરૂની ફ્લાઈટ કેન્સલ થતા તેમને ભારે હાલાકી થઈ હતી.
મુસાફરોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી. પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ આ મુદ્દે અસમર્થતા દર્શાવી હતી. આખરે રિફંડ સુધી વાત પહોંચી હોવાની માહિતી છે. ઉલ્લેખનિય છે કે, જામનગરથી ઉડાન ભરતી બેંગલુરૂની ફ્લાઈટ અવાર-નવાર કેન્સલ થતી હોવાની રાવ છે. નિયમિત આ ફલાઈટમાં આવજાવ કરતા કેટલાક નગરજનોને આ ફલાઈટ કેન્સલ થયાના કડવા અનુભવ અનેક વખત થઈ ચૂક્યા છે. ત્યારે ગઈકાલે ફરી એક વખત આ ઘટનાક્રમ સર્જાતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ફ્લાઈટ કેન્સલ હોવા અંગે મુસાફરોને છેલ્લી ઘડીએ જાણ કરવાનો મુદ્દો પણ એરપોર્ટ ઓથોરિટીની કાર્યપ્રણાલી ઉપર સવાલ ઊભો કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial