Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતીએ મુંબઈના શખ્સ સામે પજવ્યાની કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક યુવતી સાથે ઈન્સ્ટાગ્રામથી એક વિધર્મી શખ્સે પરિચય કેળવ્યા પછી તેણીને પજવવાનું શરૂ કર્યું હતું. પોલીસમાં તેની ફરિયાદ થતાં આરોપીને મુંબઈથી ઝડપી લેવાયો હતો. જેલહવાલે રહેલા આ શખ્સે જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.
જામનગરના પચ્ચીસ વર્ષના એક અ૫રિણીત યુવતીનો ઈન્સ્ટાગ્રામ પર ગઈ તા.૧૫-૮-૨૧ના દિને હુસેન અલી નામના શખ્સનો સંપર્ક થયો હતો. મુંબઈના આ શખ્સે મેસેજની આપ-લે વચ્ચે મિત્રતા કેળવી હતી અને મિત્રતાનો સંબંધ બે વર્ષ સુધી રહ્યો હતો. તે દરમિયાન જામનગર આવતા હુસેનઅલીને હોટલમાં આ યુવતી વારંવાર મળતા હતા. આ શખ્સે થોડા સમય પછી પોતાનો અસલી ચહેરો બતાવી તેણીની પજવણી શરૂ કરી હતી. યુવતીના પરિવારને હોટલમાં મળવાની વાત કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું તેનાથી વાજ આવી જઈ યુવતીએ વાત કરવાનું બંધ કર્યું હતું. તેથી ઉશ્કેરાયેલા હુસેન અલીએ યુવતીના માતા-પિતાને ફોન કરી તેણીના લગ્ન પોતાની સાથે કરાવી આપવા ધમકી આપી હતી તેની હકીકત માતા-પિતાને થયા પછી પણ હુસેન અલીએ બદનામ કરવાની ધમકીઓ આપતા તેણીની સગાઈ માતા, પિતાએ અન્યત્ર કરી નાખતા હુસેન અલીએ તે યુવકનો સંપર્ક કરી એક વાંધાજનક ફોટો મોકલાવ્યો હતો.
આ રીતે હેરાન પરેશાન કરવામાં આવતા યુવતીએ પોલીસનું શરણું લીધુ હતું. પોલીસે ગુન્હો નોંધી હુસેન અલીને મુંબઈથી પકડી કોર્ટમાં રજૂ કર્યાે હતો અને તેને જેલ હવાલે કરી દેવાયો હતો. આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા તેની સામે ફરિયાદ પક્ષે દલીલો રજૂ કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી હુસેન અલી ઈરફાન અલી સુરતીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, મિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial