Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે દુષ્કર્મ કરી પછી હત્યા નિપજાવવામાં આવ્યાનાં પ્રકરણનો રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તબીબો અનિશ્ચિતકાલીન હડતાલ પર છે અને ફક્ત ઇમરજન્સી સેવાઓ જ ચાલુ છે. ત્યારે આયુર્વેદનાં કાશી ગણાતા જામનગરમાં આયુર્વેદની રાષ્ટ્રીય મહાત્વની સંસ્થાનો દરજ્જો ધરાવતા એક માત્ર ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટીંચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે 'ઇટ્રા' માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પણ ઇટ્રાનાં બિલ્ડીંગથી ડી. કે. વી. સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 'ઇટ્રા' નાં તમામ વિદ્યાર્થીઓ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા તથા ડી.કે.વી. કોલેજ પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે એકત્ર થયા હતાં અને આ નિંદનીય ઘટનાને વખોડી ગુન્હેગારોને તાત્કાલિક શોધી કડક સજા કરવાની માંગણી સાથે પીડીતનાં પરીવાર માટે ન્યાયની માંગ કરી હતી.સમગ્ર ઘટનાક્રમથી તબીબોની સુરક્ષા તથા મહિલા સુરક્ષાનો મુદ્દો પણ ફરી એક વખત ચર્ચાનાં કેન્દ્રમાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial