Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૮મા નેશનલ યુથ ફેસ્ટીવલ અંતર્ગત
ખંભાળીયા તા. ૧૬: યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિવર્ષ યુવાનોની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને નિખારવાના ઉદ્દેશ્ય સાથે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓ પોતાની આગવી સંશોધન શક્તિ પ્રદર્શિત કરી શકે તે હેતુથી ર૮મો નેશનલ યુથ ફેસ્ટીવલની થીમ આધારિત યોજવામાં આવશે. જે મુજબ જિલ્લા કક્ષાએ વિક્ષાનમેળાનું આયોજન કરવામાં આવશે.
આ સ્પર્ધામાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજોમાંથી અભ્યાસ કરતાં હોય કે હાલ અભ્યાસ ચાલુ ન હોય તેવા ૧પ થી ર૯ વર્ષની વય ધરાવતા તમામ યુવક-યુવતીઓ ભાગ લઈ શકે છે. જિલ્લા કક્ષાના પ્રથમ વિજેતા પ્રદેશ કક્ષાએ ભાગ લેવા પાત્ર થશે. જે યુવક-યુવતીઓ ભાગ લેવા માંગતા હોય તેઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-રૂમ નં. સી-૧-ર, સી-૧-૪, પ્રથમ માળ, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયાથી સ્પર્ધા ફોર્મ તા. ર૩-૮-ર૪ ના બપોરે ૧ર કલાક સુધીમાં મેળવીને અરજી જમા કરાવવાની રહેશે. વધુ વિગત માટે કચેરીના ફોન નં. ૦ર૮૩૩ ર૩૬૧૮૦ ઉપર સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial