Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત દિવસમાં પ્રક્રિયા કરવા અપાઈ મહેતલઃ
જામનગર તા. ૧૬: જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સમયે મોટર, સ્કૂટર, બાઈક, રિક્ષા સહિતના ૨૪ વાહન કબજે કરાયા હતા. લાંબો સમય વિત્યા પછી પણ તેના માલિકો વાહન છોડાવવા આવ્યા નથી તેથી આગામી સાત દિવસમાં તે વાહનો છોડાવી જવા પોલીસે તાકીદ કરી છે અન્યથા તે વાહનો જાહેર હરાજીથી વેચી તેની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવશે.
જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સમયે મોટર, બાઈક, સ્કૂટર, ઓટો રિક્ષા સહિતના ચોવીસ વાહન કબજે કરવામાં આવ્યા હતા. તે વાહનો લાંબા સમયથી પોલીસ સ્ટેશન પાસે જમા પડ્યા છે.
તે વાહનો તેના માલિકોને આગામી સાત દિવસમાં છોડાવી જવા પોલીસ દ્વારા મહેતલ આપવામાં આવી છે. પોલીસે કુલ ચોવીસ વાહન અંગે નાગરિકોને તેના નંબર સાથેની વિગત આપી જણાવ્યું છે કે, જો સાત દિવસમાં તે વાહનો તેના માલિકો દ્વારા છોડાવવા માટે પ્રક્રિયા કરવામાં નહીં આવે તો કાયદા અનુસાર તે તમામ વાહનોની જાહેર હરાજી યોજી તેમાંથી ઉપજેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી દેવામાં આવશે. તેથી સાત દિવસની અંદર જે નાગરિકોના વાહનો પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ઝબ્બે લેવાયા હોય તેઓએ પોલીસ મથકનો આધાર પુરાવા સાથે સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial