Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલમ-૩૭૦ નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં પહેલી વિધાનસભા રચાશેઃ
નવી દિલ્હી તા. ૧૬: ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચારસંહિતા લાગુ થવાની સાથે સાથે રાજકીય માહોલ પણ ગરમાશે.
ભારતીય ચૂંટણીપંચ દ્વારા એક મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી રહ્યું છે.
૩૭૦ ની કલમ રદ્ કરાયા પછી પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના અધિકારીઓ સાથે આ મામલે બેઠક યોજી હતી.
હરિયાણાની વાત કરીએ તો અહીં કુલ ૯૦ વિધાનસભા બેઠકો છે. હાલમાં ૩ બેઠક ખાલી છે. ભાજપ પાસે ૪૧ ધારાસભ્યો છે તો જેજેપીના ૧૦ અને કોંગ્રેસના ર૯ તથા આઈએનએલડી અને એચએલપીના એક એક ધારાસભ્ય છે. ગૃહમાં પાંચ અપક્ષના ધારાસભ્યો પણ છે.
ઉલ્લેખનિય છે કે, ર૦૧૯ માં કલમ ઘ૭૦ રદ્ કરાયા પછી જમ્મુ-કાશીમરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું હતું. ત્યારથી ત્યાં રાજકીય પક્ષો રાજ્યનો સંપૂર્ણ દરજ્જો પરત કરવાની માગ કરી રહ્યા હતાં. સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે, પહેલા ચૂંટણી યોજાશે અને તેના પછી રાજ્યનો દરજ્જો મળશે. ચૂંટણી પંચના સૂત્રો અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી ચાલુ મહિનાના અંત સુધીમાં પરિણામો જાહેર કરવામાં આવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial