Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુરમાં સાડીની ફોલથી યુવાનનો ગળાફાંસોઃ
જામનગર તા. ૧૬: ખંભાળિયાના આહિરસિંહણ ગામમાં રહેતા એક આહિર પ્રૌઢે ગઈકાલે પોતાના ઘરમાં અકળ કારણથી ગળાટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જ્યારે ઓખામંડળમાં ભીમરાણામાં રહેતા એક યુવાને સાડીની ફોલ વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.
ખંભાળિયા તાલુકાના આહિરસિંહણ ગામમાં રહેતા લખમણભાઈ સાજણભાઈ વારંગીયા નામના પચ્ચાસ વર્ષના આહિર પ્રૌઢે ગઈકાલે સવારે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં લખમણભાઈને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.
આ બનાવની તેમના નાના ભાઈ ભાયાભાઈ વારંગીયાએ પોલીસને જાણ કરી છે. ખંભાળિયા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ પ્રૌઢની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે.
ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના ભીમરાણા ગામમાં રહેતા શક્તિસિંહ રાજમલસિંહ વાઢેર (ઉ.વ.૩૪) નામના યુવાને ગઈકાલે સાંજે ઓખાના મકાનમાં અગમ્ય કારણથી સાડીની ફોલ વડે ગળાફાંસો ખાઈ લીધો છે. આ યુવાને દીવાલમાં મારવામાં આવેલા ખીલામાં સાડીની ફોલ વડે ગાળીયો બનાવી જિંદગીનો અંત આણ્યો છે. તેમના મોટા ભાઈ પ્રભાતસિંહ વાઢેરે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial