Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં વરસો સુધી ગેરહાજર રહેનારા શિક્ષકોનું ચોંકાવનારૂ પ્રકરણ
ખંભાળીયા તા. ૧૬: ગુજરાતમાં શિક્ષણ જગતમાં કેવું લોલમલોલ ચાલે છે તેનું દૃષ્ટાંત વરસોથી ગેરહાજર રહેતા શિક્ષકોના પ્રકરણથી પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાબતમાં તમામ પાસાઓનું ચેકીંગ કરવાની જવાબદારી જેની છે તેવા શિક્ષણ વિભાગના જ વિદ્યા સમીક્ષા કેન્દ્રની ઘોર બેદરકારી કારણભૂત હોવાની ચર્ચા જાગી છે. ખરેખર તો આ કેન્દ્રની કામગીરીની જ સમીક્ષા કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
અનેક પ્રશ્નો !!
વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી અંગે રાજ્યમાં અનેક ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે જેમ કે શું વિદ્યા સમીક્ષા કેન્દ્ર રોજેરોજની રાજ્યની પ્રાથમિક-માધ્યમિક શાળાઓની જે ઓનલાઈન માહિતી શાળાએ મોકલવી ફરજિયાત છે તે ધરાવે છે ? કેટલા શિક્ષકો રોજ માંદગીની રજા, મેટરનીટી લીવ પર છે ? કેટલા કપાત પગાર કે રજા રિપોર્ટ વગર કે રિપોર્ટ સાથે રજા પર છે ? કેટલા શિક્ષકો મંજુરી સાથે વિદેશ ગયા છે ? કેટલા વગર મંજુરીએ ગયા છે ? શિક્ષકો મંજુરી લઈ વિદેશ ગયા તો તેનો સમયગાળો પૂર્ણ થયા પછી સમીક્ષા કેન્દ્રએ શું કર્યું ?, વી.આર.એસ. લેતા શિક્ષકોની માહિતી છે? આવા અનેક ગંભીર પ્રશ્નો ઉઠયા છે જેનું ધ્યાન સમીક્ષા કેન્દ્રએ જ રાખવાનું હોય છે!!
રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના કુલ ૧૬ આચાર્યોને શાળાઓમાં આચાર્યોના હુકમો ડિસેમ્બર રર મા થયા હતાં, પણ કામગીરી ફેરફારથી આ કર્મચારીઓ ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જ કામ કરતા રહ્યા હતાં. માત્ર ટેબલ ફેરફાર શાળાના આચાર્યોને આ કામગીરી બદલ ૪-૮-ર૩ ના પત્રથી શિક્ષણ સચિવે મંજુરી આપી છે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial