Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરબારગઢ પાસેથી ચોરાયો હતો ફોનઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરના દરબારગઢ સર્કલ પાસેથી ગયા સોમવારે એક આસામીના રૃા.૨૦ હજારની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. તેની પોલીસે શરૃ કરેલી તપાસમાં યોગેશ્વરનગરમાં રહેતા શખ્સ ચોરાઉ મોબાઈલ સાથે મળી આવ્યો છે. પોલીસે મોબાઈલ કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે.
જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તાર સામે આવેલા ખારવા ચકલા નજીક ભગવાનસંગની શેરીમાં રહેતા નિતેશભાઈ ઈશ્વરલાલ કોટીયા નામના આસામી ગયા સોમવારે બપોરે દરબારગઢ સર્કલ પાસે હતા ત્યારે તેમનો રૃા.૨૦ હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. તેની ગઈકાલે નિતેશભાઈએ સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
તે ફરિયાદ અંગે પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ શરૃ થયેલી તપાસમાં સર્વેલન્સ સ્ટાફના હિતેશ સાગઠીયા, શૈલેષ ઠાકરીયાએ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરા ચકાસતા તેમાં એક શખ્સની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. આ શખ્સને નૂરી ચોકડી પાસેથી પકડી લેવામાં આવ્યો છે. ગુલાબનગર નજીક યોગેશ્વરનગરમાં રહેતા સંજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના આ શખ્સની તલાશી લેવાતા તેના કબજામાંથી ઉપરોક્ત ચોરાઉ મોબાઈલ મળી આવ્યો છે. પોલીસે મોબાઈલ કબજે કરી સંજયસિંહની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial