Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેબા બાયપાસ પાસે મોટરની ઠોકરે ત્રણને થઈ ઈજાઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરના સાતરસ્તા નજીક સ્કૂટર સાથે રોડ ક્રોસ કરતા એક પ્રૌઢને બાઈકે ઠોકર મારી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઠેબા બાયપાસ પાસે બાઈકને મોટરે ઠોકર મારતા ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે. લાલપુરના મીઠોઈ પાસે બાઈકને અર્ટીગા મોટર ઠોકર મારીને નાસી ગઈ છે.
જામનગરના રામેશ્વરનગર ૫ાછળ આવેલા વિનાયક પાર્ક નજીક શિવમ્ એસ્ટેટમાં રહેતા નિલેશભાઈ ચંદુલાલ નિમાવત ગઈ તા.૧૪ની સવારે સાત રસ્તા નજીક એમ.પી. શાહ કોલેજ પાસેથી જીજે-૧૦-એએન ૨૩૩૬ નંબરના એક્ટિવામાં જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે જીજે-૧૦-કે ૮૧૨૬ નંબરના બાઈકે ઠોકર મારી દીધી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા નિલેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ બાઈકના ચાલક સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.
જામનગરના ઠેબા બાયપાસ પાસેથી ગયા બુધવારે જઈ રહેલા એક બાઈકને જીજે-૩-એમઈ ૬૯૧૮ નંબરની મોટરને ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા વ્યક્તિ તથા તેમાં પાછળ બેસેલા અન્ય બેને ઈજા થઈ હતી. પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામની જલારામ સોસાયટીમાં રહેતા વિજયસિંહ જુવાનસિંહ જાડેજાના સાળા દિલીપસિંહ ભીખુભા ગોહિલ ગુરૃવારે સાંજે લાલપુર તાલુકાના મીઠોઈ ગામના પાટિયા પાસેથી જીજે-૧૦-બીબી ૯૫૩૪ નંબરના બાઈકમાં નાના લખીયા તરફ જતા હતા ત્યારે એક અર્ટીગા મોટરે તેઓને ઠોકર મારી દીધી હતી. હેમરેજ, ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા દિલીપસિંહને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. વિજયસિંહે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial