Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ૩૦ તાલુકાઓમાં વરસાદના વાવડઃ
અમદાવાદ તા. રરઃ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થયો છે. વલસાડ-વાપીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે.
ગુજરાતમાં ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે, ત્યારે આજે (રર જૂન) વહેલી સવારથી જ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સાડાચાર ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત રાજ્યમાં ૧૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલ્લભીપુરમાં નોંધાયો છે. વલસાડ ઉપરાંત સુરત, વાપી, ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડ જિલ્લાના મોટાભાગના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ ભારે પવન સાથે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતાં. જેના પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના પારડીસાંઢાપોર, ગુંદલાવ, કલવાડા, સરોણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
વલસાડ જિલ્લાના ગામોમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, તો બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહન ખોરવાયો હતો. તો ઠેર ઠેર ટ્રાફિક જામ પણ થયો હતો. ઉલ્લેખનિય છે કે, શુક્રવારે (ર૧ જૂન) ભાવનગરમાં રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાકની વાત કરવામાં આવે તો ૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના વાલ્લભીપુરમાં ૩૭ મી.મી. નોંધાયો છે. આ ઉપરાંત નવસારી, બોટાદ, આણંદ, છોટા ઉદેપુર, અમરેલી સહિતના જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે.
નોંધનિય છે કે છેલ્લા ૪ કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વાપીમાં પોણાબે ઈંચ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અને વલસાડમાં વરસાદની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial