Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગના કારણે પ્રસરી રહ્યું છે પ્રદૂષણઃ
જામનગર તા. ૨રઃ જામનગરના ગુલાબનગર વિસ્તાર પાસે આવેલા જામ્યુકોના કચરાના ડમ્પિંગ યાર્ડમાં એકઠા થતાં કચરામાં કોઈ રીતે ભભૂકેલી આગ છેલ્લા ત્રણેક દિવસથી લબકારા લઈ રહી છે. તે આગને કાબુ કરવા પ્રયત્ન કરાઈ રહ્યો છે.
જામનગરમાં ગુલાબનગર વિસ્તાર પાસે ઉભા કરવામાં આવેલા કોર્પોરેશનના કચરા માટેના ડમ્પિંગ યાર્ડમાં ત્રણેક દિવસથી આગ ભભૂકી રહી છે. તે સ્થળેથી પેસેન્જર ટ્રેન ઉપરાંત માલગાડી અને પેટ્રોલ, ડીઝલ ભરેલી ટ્રેનો પસાર થતી હોય છે ત્યારે આગને બુઝાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાંથી એકઠા થતાં સુકા કચરાને બાળીને તેમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ ગાંધીનગર વિસ્તારમાં અઢી વર્ષથી ચાલુ કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્લાન્ટમાં કચરો મોકલવા માટે ગુલાબનગર નજીકના ડમ્પિંગ યાર્ડમાં કામગીરી કરાઈ રહી છે. ત્યાં ભીનો તથા સુકો કચરો અલગ પાડવાના પ્લાન્ટની મશીનરી સાથે કચરાની કોન્ટ્રાકટર પેઢીએ કામગીરી ઠપ્પ કરતા ઘણા મહિનાથી તે કામગીરી બંધ હાલતમાં છે.
યાર્ડમાં લાગેલી આગ ગુલાબનગરના ઓવરબ્રિજ પરથી જોઈ શકાય છે અને આગના કારણે પ્રસરતા ધૂમાડાથી પ્રદૂષણ વધી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial