Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નીટ'ના વિવાદમાં ફસાયેલી મોદી સરકારે મોડી રાત્રે જાહેર કર્યું નોટિફિકેશનઃ
નવી દિલ્હી તા. રરઃ 'નીટ'ના મુદ્દે ફસાયેલી કેન્દ્ર સરકારે એક નોટીફિકેશન લાગુ કરી દીધું છે. ગત્ મોડી રાત્રે જાહેર કરાયેલા નોટીફિકેશન મુજબ પેપરલીકના દોષિતોને ત્રણ વર્ષથી દસ વર્ષની સજા અને દસ લાખથી એક કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
દેશમાં ગત્ મોડી રાતથી પેપર લીક કાયદો અમલમાં આવ્યો છે. નીટ વિવાદમાં ફસાયેલી મોદી સરકારે નોટીફિકેશન પણ બહાર પાડ્યું છે. ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે સરકાર આ નવો અને કડક કાયદો લાગુ કરશે. હવે એ જ શ્રેણીમાં સરકારે શુક્રવારે મોડી રાત્રે નોટીફિકેશન લાગુ કરી દીધું છે.
ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો, પબ્લિક એક્ઝામિનેશન એક્ટ ર૦ર૪ ની જોગવઈઓ હવે દેશમાં અમલમાં આવી ગઈ છે. પેપર લીકને રોકવા માટે કેનદ્ર સરકારે દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગુ કર્યો છે. આ કાયદાને લોક પરીક્ષા કાનૂન ર૦ર૪ એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ ર૦ર૪ નામ આપવામાં આવ્યું છે. આ કાયદો ફેબ્રુઆરી ર૦ર૪ માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ કાયદાને મંજુરી આપી દીધી છે. આ કાયદાના અમલ પછી પેપર લીકના દોષિતોને ત્રણ વર્ષથી ૧૦ વર્ષ સુધીની સજા અને ૧૦ લાખથી એક કરોડ રૃપિયાના દંડની જગવાઈ છે. યુપીએસસી, એસએસસી, રેલવે, બેન્કીંગ પરીક્ષાઓ અને એનટીએ દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ આ કાયદાના દાયરામાં આવશે.
જો કોઈ વ્યક્તિ અથવા જુથ મળીને આખી યોજના સાથે પેપર લીક કરે છે તો પ-ક્ષ૦ વર્ષની જેલ અને ઓછામાં ઓછા ૧ કરોડ રૃપિયાના દંડની જોગવાઈ છે. જો કોઈ સંસ્થા પેર લીકમાં સંડોવાયેલી હોય તો તેની મિલકતનો નાશ કરવાનો અને પરીક્ષાનો સમગ્ર ખર્ચ તે સંસ્થા પાસેથી વસૂલવાનો નિયમ છે. આ કાયદા હઠળ આરોપીઓને જામીન આપવાની કોઈ જોગવાઈ નથી. ડીએસપી કે આસિસ્ટન્ટ કમિશનરથી નીચેનો હોદ્દો ધરાવતા કોઈપણ અધિકારી આ કાયદા હેઠળ તપાસ કરી શકતા નથી.
જાહેર પરીક્ષા અધિનિયમ ર૦ર૪ માં ૧પ પ્રવૃત્તિઓની ઓળખ કરવામાં આવી છે. જેમાં પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર અથવા આન્સર કી લીક કરવી, જો તમે આન્સ કી અથવા પેપર લીકમાં અન્ય લોકો સાથે સંકળાયેલા હોવ તો કોઈપણ સત્તા વગર પ્રશ્નપત્ર અથવા ઓએમઆર શીટ જોવી અથવા રાખવી, પરીક્ષા દરમિયાન કોઈપણ અનધિકૃત વ્યક્તિ ્વારા એક અથવા વધુ પ્રશ્નોના જવાબો આપવા, ઉમેદવારને કોઈપણ પરીક્ષામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબો લખવામાં મદદ કરવા, જવાબ પત્રક અથવા ઓએમઆર શીટમાં કોઈપણ વિસંગતતાના કિસ્સામાં, કોઈપણ સત્તા વિના અથવા વાસ્તવિક ભૂલ વિના આકારણીમાં કોઈપણ હેરફેર, કોઈપણ પરીક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો અને નિયમોનુ જાણીજોઈને અવગણના અથવા ઉલ્લંઘનના કિસ્સામાં, ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવા અથવા તેની યોગ્યતા અથવા રેન્ક નક્કી કરવા માટે જરૃરી ગણાતા કોઈપણ દસ્તાવેજ સાથે છેડછાડ કરવી, પરીક્ષાના સંચાલનમાં ગેરરીતિ આચરવાના ઈરાદાથી સુરક્ષા ધોરણોના ઈરાદાપૂર્વક ઉલ્લંઘન પર, કોમ્પ્યુટર નેટવર્ક, કોમ્પ્યુટર રિસોર્સ અથવા કોઈપણ કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડા પણ આમાં સામેલ છે.
તે ઉપરાંત જો ઉમેદવાર પરીક્ષામાં છેતરપિંડી કરવાના ઈરાદાથી બેઠક વ્યવસ્થા, પરીક્ષાની તારીખ અથવા શિફ્ટ ફાળવણીમાં કોઈ અનિયમિતતા કરે, પબ્લિક એક્ઝામિનેશન ઓથોરિટી, સર્વિસ પ્રોવાઈડર અથવા કોઈપણ સરકારી એજન્સી સાથે સંકળાયેલા લોકોને ધમકી આપવી અથવા કોઈપણ પરીક્ષામાં વિક્ષેપ ઊભો કરે, પૈસા પડાવવા અથવા છેતરપિંડી કરવા માટે નકલી વેબસાઈટ્સ બનાવવા, નકલી પરીક્ષા લેવા, નકલી એડમિટ કાર્ડ કે ઓફર લેટર આપે તો પણ આ સજા અને દંડ થઈ શકે છે.
આ કાયદો આ વર્ષે ફેબ્રુઆરીમાં જ લાગુ કરવામાં આવ્યો હતો. હવે તું જાહેરનામું બહાર પાડીને લાગુ કરવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ પેપર લીકના આરોપીને ત્રણથી પાંચ વર્ષની જેલ અને ૧૦ લાખ રૃપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. સમજવા જેવી વાત એ છે કે આ પેપરલીક રેકેટ સાથે સક્રિય રીતે સંકળાયેલા આરોપીઓ અથવા જુના ગુનેગારોને આ કાયદા હેઠળ ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આવા સંગઠિત આરોપીઓ પર ૧ કરોડ રૃપિયા સુધીનો જંગી દંડ થઈ શકે છે.
હવે આ કાયદો મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેમાં તમામ મોટી અને મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાયદાના અવકાશમાં અલગ-અલગ રેલવે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બેન્કીંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવામાં આવતી તમામ કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં જો આ પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની હેરાફેરી કરવામાં આવશે તો વ્યક્તિ પાસેથી કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ કાયદાનું એક મહત્ત્વનું પાસું એ છે કે તે કોમ્પ્યુટર પર લેવામાં આવતી પરીક્ષાઓની સુરક્ષા વિશે પણ વાત કરે છે. આ કાયદામાં ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય ટેકનિકલ સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ અને ફૂલપ્રુફ આઈટી સુરક્ષા વ્યવસ્થા રાખવાની પણ માંગ કરવામાં આવી છે. મોટી વાત એ છે કે આ કાયદા હેઠળ જો દોષી સાબિત થાય તો આરોપીની સંપત્તિ જપ્ત કરી શકાય છે. તપાસ એજન્સીને આ સત્તા આપવામાં આવી છે. જેથી દરેક આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી શકાય.
આ કાયદાનું એક રસપ્રદ પાસું એ છે કે તેને વિદ્યાર્થીઓથી દૂર રાખવામાં આવ્યો છે. એટલે કે તેમને આ કાયદામાં સામેલ કરવામાં આવ્યા નથી. ધ્યાન માત્ર એવા આરોપીઓ પર છે જેઓ બાળકોના ભવિષ્યને બગાડવાનું કામ કરે છે, જેમના પેપર ખોટી રીતે લીક થાય છે, જો કે આ કાયદાનો સમય તેને પ્રસિદ્ધિમાં લાવી રહ્યો છે. હાલમાં દેશમાં નીટના ઘણાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉપરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વખતે નીટ પરીક્ષામાં ગોટાળો થયો છે. પેપર પણ લીક થયું છે. તે કેસની તપાસ હજુ ચાલી રહી છે, પરંતુ દરરોજ ષડ્યંત્રના પુરાવા મળી રહ્યા છે અને બિહાર તે બધાનું કેન્દ્ર બની રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial