Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ યોગ દિને જિલ્લા પોલીસ દ્વારા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌંદર્યથી ભરપુર ટાપુઓ ઉપર દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સ્વયં, સ્વાસ્થ્ય અને સુરક્ષાના સંદેશા સાથે યોગ કરવામાં આવ્યા હતાં. પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય દ્વારા ર૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકોમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય તથા દરિયાઈ તથા બોર્ડર સુરક્ષા અર્થે જિલ્લામાં વિવિધ ટાપુઓ પર જન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરેલ દરિયાઈ કિનારાનું વાતાવરણ 'યોગ' માટે શારીરિક અને માનસિક રીતે ફાયદકારક છે. શુદ્ધ હવા, દરિયાનું ઝળહળ વહેતુ પાણી, પક્ષીઓનો મધૂર કલરવ માનસિક શાંતિનો અહેસાસ કરાવે છે. સાથે જ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ આવેલ છે, જેની સુરક્ષા જાળવી રાખવી એ પણ દરેક નાગરિકની મહત્ત્વની જવાબદારી છે. આ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિનો લાભ તમામ નાગરિકો લઈ શકે તેમજ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા બાબતે માહિતગાર થાય તેવા હેતુથી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સ્વયં, સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે યોગના સૂત્ર સાથે જિલ્લામાં આવેલ લેફામરૃડી ટાપુ, ધબધબો ટાપુ, બેટ ટાપુ, સામિયાણી ટાપુ ઉપર વિવિધ યોગાસનો કરી, લોકોમાં યોગ જાગૃતતાનો સંદેશ પાઠવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial