Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ તથા દુષ્કર્મ અંગે નોંધાયેલા ગુન્હામાં આરોપી જામીનમુક્ત

આ કિસ્સો ટીનએજ લવસ્ટોરીનો હોવાની કરાઈ દલીલઃ

જામનગર તા. રરઃ લાલપુરના ગજણા ગામના એક શખ્સ સામે સગીરાના અપહરણ તથા દુષ્કર્મનો ગુન્હો નોંધાયા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

લાલપુર તાલુકાના ગજણા ગામનો સમીર આદમ હમીરાણી નામનો શખ્સ સોળેક વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી પોતાની સાથે અપહરણ કરીને લઈ ગયાની અને જુદા જુદા સ્થળે લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ઉપરોક્ત ગુન્હો પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ તેમજ પોક્સો એક્ટ હેઠળ નોંધી સમીર હમીરાણીની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આ શખ્સે જામીનમુક્ત થવા અરજી કરી હતી. તેના વકીલ કિરણભાઈ બગડા, રસીદ ખીરા, જયન ગણાત્રા, પાર્થ બગડાએ દલીલ કરી હતી કે, ટીનએજ લવ સ્ટોરીનો આ કિસ્સો છે. આ બનાવમાં માત્ર પુરૃષને જ દોષિત ગણવો વ્યાજબી નથી ઉપરાંત ભોગ બનનારના પોલીસ સમક્ષના નિવેદનમાં પણ પ્રેમસંબંધ હોવાનું જણાઈ આવ્યું છે. ત્યારે તેને જામીનમુક્ત કરવો જોઈએ. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર છોડવા હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh