Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામ મંદિરમાં અભિષેક કરનાર
વારાણસી તા. રરઃ રામ મંદિરના અભિષેકમાં ભાગ લેતી વખતે ૧ર૧ વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કરનારા કાશીના મુખ્ય પૂજારી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું સવારે નિધન થયું હતું. જાન્યુઆરીમાં પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વમાં તમામ પૂજાઓ સંપન્ન થઈ હતી. પુત્ર અને પરિવારના અન્ય સભ્યોએ પણ પૂજામાં ભાગ લીધો હતો. આ સિવાય તેમણે ડિસેમ્બર ર૦ર૧ માં કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન માટેની પૂજામાં પણ ભાગ લીધો હતો.
કાશીના મુખ્ય પૂજારી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતને ભારતીય સનાતન સંસ્કૃતિ અને પરંપરામાં ઊંડી શ્રદ્ધા હતી અને તેઓ હંમેશાં લોકોને ભગવાનને સમર્પિત હોવાની લાગણી સમજાવતા હતાં. જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરના અભિષેકમાં મુખ્ય પૂજારીની ભૂમિકા સાથે, તેઓ કાશી વિશ્વનાથ કોરિડોરની ઉદ્ઘાટન પૂજામાં પણ સામેલ હતાં. ભગવાનના આશીર્વાદથી, બાબુજી અને પૂર્વજો વતી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગ્વાલિયર, રાજસ્થાન અને દેશના મુખ્ય રાજવી પરિવારોના રાજ્યાભિષેક સંપન્ન થયા છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકમાં દીક્ષિત પરિવારની જુની પેઢીઓએ પણ યોગદાન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial