Advertisement
Author: નોબત સમાચાર

તબીબે પુરવણી બીલ રદ્દ કરવા કરેલો દાવો કોર્ટે કાઢી નાખવાનો કર્યાે આદેશ

બાવીસ વર્ષ પહેલાં અપાયું હતું બીલઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરમાં બાવીસ વર્ષ પહેલાં એક તબીબને ત્યાં કરાયેલા વીજ ચેકીંગમાં હેતુફેર કરી વીજ વપરાશ કરાતો હોવાનો આરોપ મૂકી પુરવણી બીલ અપાયું હતું. તે બીલ રદ્દ કરાવવા ડોક્ટરે દાવો કર્યાે હતો. તે દાવો અદાલતે રદ્દ કરવાનો આદેશ કર્યાે છે.

જામનગરમાં ગઈ તા.૯-૯-૨૦૦૨ના દિને વીજ કંપનીની ટૂકડી દ્વારા કરવામાં આવેલા ચેકીંગમાં ડો. શામજીભાઈ વેલજીભાઈ સોલંકીને ત્યાં ચકાસણી કરાતા આ તબીબ રહેણાંક માટે ફાળવાયેલા વીજજોડાણમાંથી પોતાના ક્લિનિકમાં વીજળી વાપરતા હોવાનું ખૂલ્યું હતું.

આથી વીજ કંપનીને જાણ કર્યા વગર હેતુફેર કરી વીજ વપરાશ કરાયો હોવાનો આક્ષેપ મૂકી ડોક્ટરને રૃા.૧ લાખ ૩૫ હજાર ઉપરાંતનું પુરવણી બીલ અપાયું હતું. તે બીલ રદ્દ કરાવવા ડોક્ટરે કોર્ટમાં દાવો નોંધાવ્યો હતો.

તે દાવો ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી વાદીનો દાવો રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. વીજ કંપની તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh