Advertisement
Author: નોબત સમાચાર

જામનગર કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ડીએલસીબી સાથે યોજી બેઠક

ખેડૂતો-માછીમારોને મહત્તમ યોજનાકીય લાભ આપવા તાકીદ

જામનગર તા. ર૧ઃ કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેકટર બી.કે. પંડ્યા તથા ડીએલસીસીના સભ્યો સાથે પાક ધિરાણ સંદર્ભે બેઠક યોજી હતી. રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્ત્સ્યોધ્યોગ, વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા તથા ડિસ્ટ્રીકટ લેવલ બેકર્સ કમિટિના સભ્યો સાથે પાક ધિરાણ સંદર્ભે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ખેડૂતોને પાક ધિરાણ, લોન, માછીમારીઓને લોન આપવી તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહી વધુમાં વધુ જરૃરિયાતમંદોને સરકારની યોજનાઓનો ફાયદો મળે તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવા બેન્ક મેનેજરઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh