Advertisement
Author: નોબત સમાચાર

અવાચક બની ગયા પછી પરપ્રાંતિય શ્રમિક પરિવારની પુત્રીનું થયું મૃત્યુ

ખંભાળિયામાં મહિલાને હૃદયરોગનો હુમલોઃ

જામનગર તા. ૨૨ઃ લાલપુરના ધરમપુરમાં ખેતમજૂરી અર્થે આવીને રહેતા મૂળ રાજસ્થાનના પરિવારની તેર વર્ષની પુત્રી અવાચક બની ગયા પછી મોતને શરણ થઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ખંભાળિયામાં એક પરપ્રાંતિય પ્રૌઢાને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

લાલપુર તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલી ડો. રવિ વાછાણીની વાડીમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના જોજાવર ગામના વતની ગોકુલસિંગ નવલસિંગ રાવત નામના શ્રમિકની તેર વર્ષની પુત્રી સરિતા ગુરૃવારની રાત્રે નિદ્રાધીન થઈ હતી.

ગઈકાલે સવારે આ તરૃણીને તેની માતાએ જગાડી હતી પરંતુ અવાચક બની ગયેલી સરિતાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાઈ આવ્યું હતું. તે તરૃણીને સારવાર માટે લાલપુર દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત્યુ પામેલી જાહેર કરતા પિતા ગોકુલસિંગે પોલીસને જાણ કરી છે. જમાદાર એ.એમ. જાડેજા એ અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

ખંભાળિયા શહેરના શક્તિનગર વિસ્તારમાં ટેલિફોન કોલોનીમાં રહેતા ગુલાબબેન ચૌથીરામ ગૌડ (ઉ.વ.૬૧) નામના મહિલાને ગઈકાલે સવારે હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર અજયે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh