Advertisement
Author: નોબત સમાચાર

મોડપરની સીમમાં જુગાર રમતા સાત શખ્સ ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે

રડાર રોડ પરથી નવ પત્તાપ્રેમી પકડાયાઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી પોલીસે નવ શખ્સને ગંજીપાના વડે જુગાર રમતા પકડી પાડ્યા છે. જ્યારે લાલપુર તાલુકાના મોડપર ગામના એક ખેતરના શેઢે જામેલી જુગારની મહેફિલ પર એલસીબીએ દરોડો પાડી સાત પત્તાપ્રેમીને પકડી લીધા છે. પટમાંથી રોકડ, મોબાઈલ, મોટર મળી કુલ રૃપિયા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રડાર રોડ પર ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી ઉદ્યોગનગર પોલીસચોકીના નારણભાઈ સદાદીયા, ધર્મેશ મોરીને મળતા પીએસઆઈ આર.ડી. ગોહિલને વાકેફ કરાયા પછી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાંજે પોલીસ સ્ટાફે રડાર રોડ પર પીઠવાળી ગલીમાં ખૂલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો.

ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મોનુ રાજકુમાર રાવત, હાકેમસિંગ માખનસિંગ કુશવાહ, ભગવાનસિંગ લાલારામ કુશવાહ, જગમોહન ગંભીર કુશવાહ, રવિન્દ્ર મોરસિંગ સેંગર, અશોક ગંભીરસિંગ કુશવાહ, ધર્મેન્દ્ર રામ લક્ષ્મણરામ કુશવાહ, રામદાસ ગણેશદાસ કુશવાહ, રાજકિશોર પપ્પુ કુશવાહ નામના નવ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૦,૨૧૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં એક ખેતરના શેઢે ગઈકાલે સાંજે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી એલસીબીના કલ્પેશ મૈયડ, ક્રિપાલસિંહ, કિશોર પરમારને મળતા પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી લખમણ પાલાભાઈ ગોજીયા, સાજણ રણમલ કનારા, નાગશી મંગુભાઈ વડ, સંદીપ બાબુભાઈ તરાવીયા, વેજાણંદ વીરાભાઈ આંબલીયા, યુવરાજસિંહ પ્રાગજી જાડેજા, રણછોડભાઈ કાનાભાઈ મકવાણા નામના સાત વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૧,૨૪,૦૦૦ રોકડા, છ મોબાઈલ, સ્વીફ્ટ મોટર મળી કુલ રૃા.૩,૪૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh