Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે જામનગર જિલ્લામાં ૩૩ર૪૯ બાળકોને પીવડાવાશે પોલીયોના ટીપાં

પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવા મેગા વેક્સિનેશન ડ્રાઈવ

જામનગર તા. રરઃ ર૩ જૂન રવિવારે પલ્સ પોલીયો અભિયાન હેઠળ ૦ થી પ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવા માટે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરાયુ છે, જેના ર૭ર આરોગ્ય ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ૩૩,ર૪૯ બાળકોને પોલીયોના ટીપાં પીવડાવાશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલીયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે ૧૯૯પ માં પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ શરૃ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ પ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરલ પોલિયો રસીના બે ડોઝ આપવામાં આવે છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપૂર પ્રસાદ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ર૩ જૂન રવિવારના આપના ૦ થી પ વર્ષના બાળકોને પોલીયોના રોગથી સુરક્ષિત કરવા માટે પોલીયોના ટીપાં આવશ્ય પીવડાવવા. જામનગર ગ્રામ્ય વિસ્તારના તેમજ વાડી વિસ્તાર નજીકના લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે લોકોને બુથ પર જઈ પોતાના બાળકોને પોલીયોના ટીપાં અવશ્ય પીવડાવવા.

આવતીકાલે ર૩ જૂન ર૦ર૪ ના પ્લસ પોલીયો એનઆઈડી રાઉન્ડ અંતર્ગત જામનગર ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૦પ ગામોના અંદાજીત ૬૪,૦૭૭ જેટલા ઘરો અને કુલ ૩૩,ર૪૯ જેટલા બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવાનો લક્ષ્યાંક છે. જામનગર ગ્રામ્યના ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ૩ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૧ અર્બન સેન્ટરની કુલ ર૭ર આરોગ્ય ટીમના પ૩૩ જેટલા આરોગ્ય કર્મચારી, આશા કાર્યકર દ્વારા રસીકરણ કરવામાં આવશે. તેમજ ૧૧૮ મોબાઈલ વાન ટીમ દ્વારા વાડી વિસ્તાર, માઈગ્રેડ વિસ્તાર, સ્લમ વિસ્તારમાં જઈ માઈક પ્રચાર કરી કામગીરી કરશે. તેમજ પ ટ્રાન્ઝિટ ટીમ જેનું કામ ગુજરી બજાર, શાકમાર્કેટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ માઈક પ્રચાર પ્રસાર કરી કામગીરી કરશે. જેમાં ર૩ર જેટલા બુથ અને ૩ર જેટલા બુથ સુપરવાઈઝર દ્વારા બુથ પર પોલીયો કામગીરી કરશે અને ર૪ - રપ જૂન ર૦ર૪ ના બાકી રહેતા બાળકોને ઘરે ઘરે જઈ પોલીયોના ટીપાં પીવડાવામાં આવશે.

આ અંગે જામનગર ગ્રામ્ય તાલુકા મામલતદાર બી.એમ. દવેના અધ્યક્ષ સ્થાને આઈપીપીઆઈ કો-ઓર્ડીનેશનની તાલુકા કક્ષાની મિટિંગ યોજાઈ હતી. જેમાં જામનગર તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલ તેમજ જામનગરના ૮ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh