Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયાઃ
અમદાવાદ તા. રરઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકળી હતી. મંદિરમાં ભક્તોએ મહાજળાભિષેકનો લ્હાવો લીધો હતો.
આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે ૮ વાગ્યે વાજતે ગાજતે નીકળી હતી. શણગારેલા હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીએ પહોંચ્યા હતાં. ત્યારપછી વિધિવિધાન સાથે ૧૦૮ કુંભની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
સબારમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પૂજા કરી હતી. ગજરાજો ધ્વજ પતાકા સાથે યાત્રામાં જોડાયા હતાં. મેયર પ્રતિભા જૈન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, નીતિન પટેલ, અવિચલ દાસ મહારાજ જોડાયા હતાં. ભજન મંડળીઓ, ધ્વજ પતાકા કાવડ સાથે ભક્તો તથા કાશી, મથુરાના સાધુ-સંતો જળયાત્રામાં જોડાયા હતાં. જળયાત્રા નિજમંદિર પરત ફરી ત્યારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. હવે ૧પ દિવસ ભગવાન મામાના ઘરે રહેશે. અમાસના દિવસે ભગવાન પરત નિજ મંદિરે જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial