Advertisement
Author: નોબત સમાચાર

હિન્દુજા પરિવારના ચાર સભ્યોને સ્વિસ અદાલતે ફટકારી સાડા ચાર વર્ષની સજા

ઘરના નોકરોનું શોષણ કરવા બદલ

લંડન તા. રરઃ ઘરના નોકરોનું શોષણ કરવા બદલ ભારતીય મૂળના હિન્દુજા પરિવારના ચાર સભ્યોને સ્વીસ કોર્ટે સાડા ચાર વર્ષની જેલ સજા ફરમાવી છે.

મીડિયા અહેવાલો મુજબ સ્વીસ કોર્ટે ભારતીય મૂળના દિગ્ગજ બિઝનેસ પરિવાર હિન્દુજા પરિવારના ચાર સભ્યોને સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. ચારેય સભ્યોને હાઉસ હેલ્પરને શોષણ અને ત્રાસ આપવાના મામલે દોષી જાહેર કરાયા છે. કોર્ટમાં તમામ સભ્યો પર માનવ તસ્કરીનો આરોપ પણ લગાવાયો છે.

હિન્દુજા પરિવારના ચારેય સભ્યો જેમને કોર્ટે દોષિત જાહેર કર્યા છે, તેઓ ભારતીય મૂળના છે. પ્રકાશ હિન્દુજા, તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂને કોર્ટે દોષી જાહેર કર્યા છે. તેમના પર માનવ તસ્કરીનો આરોપ લગાવાયો છે. આ ચારેય લોકો હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા હાઉસ હેલ્પર્સને ત્યાં લઈ ગયા હતાં. હિન્દુજા પરિવાર તસ્કરીનો ભોગ બનેલા તમામને લાલચ આપીને સ્વિટ્ઝર્લેન્ડ લઈ ગયો હતો. પરિવારના લોકોએ હાઉસ હેલ્પરોને જિનેવા સ્થિત લકઝરી લેકસાઈડ વિલામાં રાખ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતાં.

કોર્ટે કેસની સુનાવણી દરમિયાન હિન્દુજા પરિવારના ચારેય સભ્યો આવ્યા ન હતા અને તેમના બદલે તેમનો મેનેજર નજીબ ઝિયાબ્જી આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, પરિવારના ચારેય સભ્યો હાઉસ હેલ્પરોનું શોષણ અને ગેરકાયદેસર રોજગાર મામલે જવાબદાર છે. પરિવાર પર શ્રમિકોના પાસપોર્ટ જપ્ત કરવાનો અને સમયસર પગાર ન આપવાનો પણ આરોપ લગાવાયો છે. હાઉસ હેલ્પર્સને સ્વીસ કરન્સીમાં નહીં, પરંતુ ભારતીય રૃપિયામાં નાણા અપાતા હતાં. એટલું જ નહીં. તમામ કર્મચારીઓને પગાર પણ અપાયો ન હતો. દરેકને વિલામાં રખાયા હતા અને બહાર પણ નહોતા જવા દેતા તેવો આરોપ મૂકાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh